દારૂ મંગાવ્યાની કબૂલાત માટે પોલીસે ચામડી ઉતરડી નાખી, શું આ છે કાયદો

જેતપુર તાલુકાના વાડાસડા ગામના બે યુવકોને પોલીસમેનનો અત્યંત કડવો અનુભવ થયો. તાલુકાના બે પોલીસ કર્મચારીઓએ દારૂ પીવાના ગુન્હામાં બે યુવકોની ધરપકડ કરી તેમણે અંગ્રેજી દારૂ મંગાવ્યો હોવાની કબૂલાત કરાવવા બેલ્ટ, લાકડી વડે માર મારીને પતાવટ માટે એક લાખની માંગણી કરી હતી. માર મારવાના કારણે તબિયત બગડતા બંને યુવાનો ઈજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પીટલમા દાખલ થયા હતા. હોસ્પિટલમાંથી સારવાર બાદ બંને યુવકે પોલીસમેન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવાની તાજવીજ હાથ ધરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter