GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

હું તમને હાથ જોડું છું, ફક્ત એક મીનીટ માટે મને તેમની પાસે જવા દો, પત્નીનું હૈયાફાટ રૂદન

બુલંદશહર હિંસા મામલે સ્થાનિક સાંસદ ભોલાસિંહે કહ્યુ છે કે સોમવારે ગાયની કતલના કેટલાક અવશેષો જપ્ત થયા હતા. જેના કારણે લોકોને ગુસ્સો હતો. આ કારણ હતું કે લોકોએ ત્યાં જામ લગાવ્યો, આક્રોશ સર્જાયો તો પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ભાજપના સાંસદ ભોલાસિંહે કહ્યુ છે કે તે વખતે ત્યાં ગોળીબાર થયો અને યુવકનું મોત થઈ ચુક્યું હતું.. પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. જે પણ કોઈ ઘટના થઈ છે.  તેના માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. રિપોર્ટ સામે આવ્યા બાદ તમામ ખુલાસો થશે. ભાજપના સાંસદ ભોલાસિંહે કહ્યુ છે કે સ્થાનિક વહીવટી તંત્રે તેમને હાલ ત્યાં આવવાની મનાઈ કરી છે કારણ કે તેવામાં આક્રોશ વધી ગયો હતો.પશ્ચિમ ઉત્તર પ્રદેશના બુંદલશહેરમાં નજીવી વાતને લઈને ભડકેલી હિંસાની તપાસ પોલીસે આરંભી દીધી છે. ભીડની આ હિંસામાં એક પોલીસ અધિકારી અને એક સામાન્ય નાગરિકનું મોત નિપજ્યું હતું. પોલીસે રાતભર મહાવ અને ચિંગરાવઠી ગામમાં છાપામારી કરી હતી.

એક પોલીસકર્મી ભોગ બની ગયા

બુલંદશહરના સ્યાના ગામમાં ગૌહત્યાને લઈને ભડકેલી હિંસામાં પોલીસ અધિકારી સુબોધ કુમારની ગોળી મારી હત્યા નિપજાવવામાં આવી હતી. શહીદ ઈન્સ્પેક્ટર સુબોધ કુમારનો મૃતદેહ મોડી રાત્રે જીલ્લા હોસ્પિટલ સ્થિત પોસ્ટમાર્ટમ હાઉસ પહોંચ્યો. જ્યાં મૃતકના પરિજનો અને સંબંધીઓ આવી પહોંચ્યાં હતાં.

સુબોધ કુમારનો મૃતદેહને જોતા જ પત્ની રજની હૈયાફાટ રૂદન શરૂ કરી દીધું હતું. પોલીસ અધિકારીઓએ રજનીને ખુબ જ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે એક જ એક જ વાતને લઈને જીદે ચડી હતી. રજનીએ ચોધાર આંસુએ રડતા રડતા કહી રહી હતી કે, મને તેમની પાસે જવા દો, તે એકદમ સાજા થઈ જશે. મને તેમને સ્પર્ષ તો કરવા દો, ક્યાં છે તે. મારે તેમની પાસે જવું છે. હું તમને હાથ જોડું છું. ફક્ત એક મીનીટ માટે મને તેમની પાસે જવા દો. હું તેમને સ્પર્ષ કરીશ અને તે સાજા થઈ જશે. ભલે મને કંઈ પણ થઈ જાય, પણ તે સાજા થઈ જશે. મારા પર વિશ્વાસ કરો…

સુબોધ કુમારના પિતા રામ પ્રતાપ પણ પોલીસમાં હતાં

રજનીની આ હાલત જોઈ પોલીસ અધિકારીઓ સહિત ત્યાં હાજર સૌકોઈની આંખોના ખુણા ભીના થઈ ગયાં હતા. શહીદ પોલીસ અધિકારી સુબોધ કુમાર બે ભાઈઓમાં નાના છે. તેમના ઓટા ભાઈ અતુલ કુમાર રાઠોર ભારતીય સેનામાં હતા અને હાલ તેઓ નિવૃત થઈ ચુક્યા છે. હાલ તેઓ દિલ્હીમાં બિઝનેસ કરે છે. સુબોધ કુમારના પિતા રામ પ્રતાપ પણ પોલીસમાં હતાં. તેમનું બીમારીના કારણે નિધન થયું હતું. તેમના બદલામાં જ સુબોધ કુમારને આ નોકરી મળી હતી.
પોલીસે સ્યાનામાંથી 3 લોકોની ધરપકડ કરી છે, જેમની પુછપરછ ચાલી રહી છે. જ્યારે 4 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. પોલીસે પ્રત્યક્ષદર્શીએઓ અને સામે આવેલા વીડિયો અને ફોટાઓના આધારે આ કાર્યવાહી કરી હતી. મહાવ અને ચિંગરાવઠી બંને એક જ ઘટનાસ્થલ નજીકના ગામ છે. કહેવામાં આવે છે કે જે 400 થી 500 લોકોનું ટોળું આવ્યું હતું તે આ બંને ગામોમાંથી જ આવ્યું હતું.

બજરંગ દળનો નેતા ઝડપાયો

અત્યાર સુધીમાં આ કેસમાં 75 લોકો પર કેસ નોંધવામાં આવ્યો છે. 25 લોકોના નામ નોંધવામાં આવ્યા છે. પોલીસની કુલ 6 ટીમોએ 22 જગ્યાએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. સોમવાર રાતથી જ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા દરોડામાં અત્યાર સુધી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે 75 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ હિંસામાં મુખ્ય આરોપીના નામનો પણ ખુલાસો થઈ ગયો છે. બજરંગ દળ સાથે જોડાયેલા યોગેશ રાજ પર ત્યાંના લોકોને ભડકાવવાનો આરોપ છે. પોલીસે યોગેશ રાજની પણ ધરપકડ કરી લીધી છે. પશ્ચિમી ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં સોમવારે થયેલી હિંસામાં પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ભીડ દ્વારા ફેલાયેલી આ હિંસામાં એક પોલીસ કર્મચારી અને સામાન્ય નાગરિકનું મોત થયું છે. પોલીસે આ કેસમાં દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે. ગઈ કાલે આખી રાત મહાવ અને ચિંગરાવઠી ગામમાં દરોડા પાડ્યા હતા.

મારા પિતા હંમેશાથી તમામ ધર્મોનું સમ્માન કરતા 

શહીદ પોલીસ અધિકારી સુબોધ કુમારના પુત્ર અભિષેકે જણાવ્યું હતું કે, મારા પિતા હંમેશાથી તમામ ધર્મોનું સમ્માન કરતા હતાં. તેઓ ઈચ્છતા હતા કે હું પણ એક સારો નાગરિક બનું અને ક્યારેય કોઈ પણ પ્રકારની હિંસા ના આચરૂ. પણ આજે મારા પિતાએ હિંદુ-મુસ્લીમના વિવાદના કારણે પોતાનો જીએવ ખોયો છે. ખબર નહીં આવતી કાલે કોના પિતાનીએ સાથે આવું થશે.

Related posts

અમિતાભ બચ્ચનની તબિયત અચાનક લથડતા નાણાવટી હોસ્પિટલમાં દાખલ

Nilesh Jethva

અફઘાનિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ, છ લોકોના કરૂણ મોત, આઠને ઈજા

Mansi Patel

આસામના એક્ટિવિસ્ટ અખિલ ગોગોઈ થયા કોરોનાગ્રસ્ત, જેલમાં અન્ય 55 કેદી પણ કોરોનાથી સંક્રમિત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!