GSTV

દુબઈથી લવાયેલું સોનું એરપોર્ટ પર ન પકડાયું પણ ડિલીવરી કરવી ભારે પડી, અમદાવાદથી લવાયું હતું સુરત

Last Updated on October 22, 2019 by

સુરતમાં દુબઇથી લાવવામાં આવેલા દાણચોરીના સોના સાથે બે આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે. આરોપી સલમાન ઇબ્રાહિમ પટેલ અને શોએબ ઝકરિયા પટેલની ધરપકડ કરવામાં આવી છે. દિવાળીનો તહેવાર નજીકમાં હોવાથી સુરક્ષાના ભાગરૂપે વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન આરોપીની પુછપરછ હાથ ધરવામા આવતા છીકણી કલરના પદાર્થમાંથી 685 ગ્રામ સોનુ મળી આવ્યું છે.

આરોપી શોએબ ઝાકરીયા પટેલની પૂછપરછ કરતા સોનુ પંદર દિવસ અગાઉ તેનો ભાઈ સાજિદ ઝાકીર પટેલ દુબઇ થી ફ્લાઇટ મારફતે અમદાવાદ લાવ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે સોનુ સુરતના મક્કાઇપુલ ખાતે લાવવામાં આવ્યું હતું. સોનુ ભરૂચના જંબુસર ખાતે રહેતા અફઝલ નામના ઇસમને પહોંચાડવાનું હતું. તે દરમિયાન સોનુ ઝડપાઇ ગયું હતું. પોલીસે 27 લાખથી વધુનું સોનુ જપ્ત કરી તપાસ શરૂ કરી છે.

READ ALSO

Related posts

રહસ્ય/ અંતરિક્ષમાંથી 9 તારાઓ જોતજોતામાં ગાયબ થઇ ગયા : વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા, એલિયન્સ હતા કે શું?

Harshad Patel

ઓલિમ્પિક/ ગોલ્ડ મેડલની મજબૂત દાવેદાર વિનેશ ફોગાટ હજુ સુધી નથી પહોંચી શકી ટોક્યો, આ મુશ્કેલી પડતાં એરપોર્ટ પર જ અટકી જવું પડ્યું

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!