રાજકોટમાં કોંગ્રેસ એક થઈને ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો છે ત્યારે કોંગ્રેસના મહેશ રાજપૂત, મિતુલ દોંગા સામે પોલીસે ચેપ્ટર કેસ કરવા સહિતની હીલચાલ શરુ કરતા પોલીસ આવું ભાજપના ઈશારે અને કોંગ્રેસનું ચૂંટણી પ્રચારથી ધ્યાન ભટકે તે માટે કરી રહ્યાનું કહીને કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીએ ધસી જઈ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.

આ અંગે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને રજૂઆત કરવામાં આવી હતી જ્યાં પોલીસ ખોટી રીતે હેરાન નહીં કરે તે માટે સૂચના આપવાની ખાત્રી અપાઈ હતી. બાદમાં રાજકોટ ઈસ્ટના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું કે ભાજપના હાથા બનીને કોંગ્રેસને ખોટી રીતે હેરાન કરીને હરાવવા માંગતી પોલીસની મુરાદ પુરી નહીં થવા દઈએ.
અમે તા.૧ ડિસેમ્બર સુધી ચૂંટણીમાં વ્યસ્ત છીએ પણ પોલીસ યાદ રાખે કે બાકી પાંચ વર્ષ અમે તેમના દારૃ, જૂગાર, સટ્ટાના હપ્તાખોરી અને ભાજપના નેતાઓ સાથે ગઠબંધનને ખુલ્લા પાડીને મેદાને આવી જઈશું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ