કોરોના કાળમાં પોલીસે કડક હાથે કામગીરી કરી હતી. તો બીજી બાજુ પોલીસે માસ્ક નહિ પહેરનારા લોકો પાસેથી 29 કરોડ રૂપિયાથી વધારે દંડ પણ વસુલ્યો છે.

મળતી માહિતી મુજબ, 24 માર્ચથી અત્યાર સુધી પોલીસે અનેક લોકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી.અમદાવાદમાં 24 માર્ચથી 10 જાન્યુઆરી સુધીમા પોલીસે જાહેરનામા ભંગના કુલ 43 હજાર 92 કેસો કર્યા. કુલ 52 હજાર 137 આરોપીની ધરપકડ કરી હતી. સાથો સાથ માસ્ક નહી પહેરવા બદલ કુલ 4 લાખ 21 હજાર 128 કેસો પોલીસે કર્યા છે. પોલીસે કુલ 29 કરોડ 12 લાખ 82 હજાર 300 રૂપિયાનો દંડ વસુલ કર્યો છે.

કોરોનાથી કુલ 1 હજાર 531 પોલીસ કર્મચારીઓ સંક્રમિત થયા હતા. જ્યારે 1 હજાર 506 જેટલા પોલીસ કર્મચારીઓ સારા પણ થઇ ગયા છે. જો કે 16 પોલીસ કર્મચારીઓ કોરોનાથી જીવ ગયા હતા. હાલમાં 9 જેટલા પોલીસ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત છે. હવે કોર્પોરેશન સાથે મળી તમામ પોલીસ કર્મચારીઓનું કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સાથો સાથ તમામ પોલીસ સ્ટેશન અને એજન્સીઓમાં સેનેટાઈઝર કરવામાં આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- સરકારે લીધો મોટો નિર્ણય: હવે ખેડૂતોને મળશે વધારે કિંમત, આ પાક માટે વધારી 375 રૂપિયા MSP
- બાઈડેન સરકારનો મોટો નિર્ણય,અમેરિકામાં ભારતીય પ્રોફેશનલ્સનાં કામને લઈને આપી મોટી રાહત
- જો ભારતમાં લોકોને આટલા જ સમયની અંદર કોરોના વેક્સિન નહીં અપાય તો…
- ધોરણ 9-11ના વર્ગો શરૂ કરવાને લઈને કોંગ્રેસે આપી પ્રતિક્રિયા, સરકાર પર ઉઠાવ્યા સવાલ
- નવા કૃષિ કાયદાની અસર: જૂનાગઢ માર્કેટ યાર્ડની આવકમાં થઇ રહ્યો છે ધરખમ ઘટાડો, ખેડૂતો માટે તોળાતી આફત