GSTV
Home » News » થાઈલેન્ડની ફૂટબોલ ટીમ અેક સપ્તાહથી ગુફામાં ફસાઈ, મોત સામે જંગ

થાઈલેન્ડની ફૂટબોલ ટીમ અેક સપ્તાહથી ગુફામાં ફસાઈ, મોત સામે જંગ

ઉત્તર થાઈલેન્ડમાં ગોતાખોર પુરગ્રસ્ત એ ગુફાની અંદર આગળ વધી રહ્યા છે કે જ્યાં 12 ફૂટબોલ ખેલાડી અને તેમના એક કોચ એક અઠવાડિયાથી ફસાયા છે. થાઈલેન્ડની નૌસેનાએ એક ફેસબુક પોસ્ટમા જણાવ્યુ કે ગત રાત્રે ગોતાખોરો એ વળાંક પાસે પહોંચી ગયા છે જ્યાં એક કિલોમીટર લાંબો માર્ગ બે દિશાઓમાં ફંટાય છે.

11થી 16 વર્ષની ઉમરના ખેલાડીઓ અને 25 વર્ષીય કોચ 23 જૂને ચિઆંગ રાય પ્રાતની થામ લુઆંગ નાંગ નોન ગુફામાં પ્રવેશ્યા હતા. એવુ માનવામાં આવી રહ્યુ છે કે ભારે વરસાદને કારણે ગુફાના મુખ્યમાર્ગ પાસે પુર જેવી સ્થિતિ થતા ફૂટબોલ ખેલાડીઓ તેમાં ફસાઈ ગયા છે. ગોતાખોરોને દોરડા અને વધારાના ઓક્સિજન સિલિન્ડર અપાયા છે અને તેઓ ગુફામાં જમીન માર્ગ તરફ આગળ વધી રહ્યા છે કે જ્યાં 13 લોકો ફસાયા હોવાની શક્યતા છે.

અા છે અા બાળકોની ટીમ જેઅો અેત સપ્તાહથી ગુફામા છે. જેમને બચાવવા માટે થાઈલેન્ડ સરકાર અાકાશ-પાતાળ અેક કરી રહી છે. છેલ્લાં અેક સપ્તાહથી રેસ્કયું અોપરેશન ચાલી રહ્યાં છે. જેઅો જીવતા હોવાની અાશા અોછી હોવા છતાં સરકાર કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માગતી નથી. લાખો લોકો તેમના જીવતા હોવાની અાશામાં પ્રાર્થનાઅો કરી રહ્યાં છે.

દેશની બેસ્ટ ટીમ અા બાળકોને બચાવવા માટે પ્રયત્નો કરી રહી છે પણ અા અેરિયામાં બારે વરસાદ વિલન બની રહ્યો છે. ગુફામાંથી સતત પાણી અાવી રહ્યું હોવાથી બચાવકર્મીઅો અંદર જઈ શકતા નથી. સતત પાણી કઢાઈ રહ્યું છે. થાઈલેન્ડની અા ફૂટબોલ ટીમ માટે લોકો અાશ લગાવીને બેઠા છે. તેમના પરિવારજનો માથે તો અાભ તૂટી પડ્યું છે. રોજ હજારો લોકો અા ગુફાની બહાર અેકઠા થાય છે. અાજે અેક સપ્તાહનો સમય વિત્યો પણ તેમના કોઈ સમાચાર નથી. ફક્ત તેમની સાયકલો બહાર જોવા મળી હતી. ત્યારથી સરકાર રેસ્ક્યું અોપરેશન ચલાવી રહી છે.

Related posts

વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ: પ્રણીતે સેમીફાઈનલમાં પહોંચી રચ્યો ઈતિહાસ

Path Shah

Google Photos નો ઉપયોગ કરો છો, તો તમારા માટે છે મોટી ખુશખબર

Path Shah

ભારત અને યુ.એસ.ના કોસ્ટ ગાર્ડે ચેન્નાઈ કિનારે સંયુક્ત કવાયતમાં ભાગ લીધો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!