GSTV

કોલકતા પોલીસ વિરુદ્ધ CBI સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે દાખલ

કોલકતા પોલીસ દ્વારા સીબીઆઇના અધિકારીઓની અટકાયતના મામલે સીબીઆઇએ કડક વલણ અપનાવ્યું છે. સીબીઆઇ તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતા આજે સુપ્રીમ કોર્ટમાં સીજેઆઇ રંજન ગોગોઇની ખંડપીઠમાં અરજી દાખલ કરશે. આ મામલે સીબીઆઇ દ્વારા તુરંત સુનાવણીની માંગણી કરવામાં આવશે. સીબીઆઇનો આરોપ છે કે શારદા ચીટ ફંડ કૌભાંડની તપાસમાં પશ્ચિમ બંગાળ પોલીસ સહયોગ કરી રહી નથી.

આ મામલે સીબીઆઇના વચગાળાના ડાયરેકટર એમ.નાગેશ્વર રાવે કહ્યું છે કે કોલકતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની સામે પુરતા પુરાવા છે. તેમણે પુરાવાઓનો નાશ કરવાનો અને કાયદામાં અડચણ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કર્યો છે. નાગેશ્વર રાવે કહ્યું કે રાજીવ કુમારે તમામ પુરાવાઓને જપ્ત કરી લીધા છે. તેઓ દસ્તાવેજોને સુપ્રત કરવામાં સહયોગ કરી રહ્યા નથી. આ ઉપરાંત ઘણા પુરાવાઓનો નાશ પણ કર્યો છે.

સીબીઆઇએ પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા ઘટના ક્રમ અંગે રાજ્યના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીને મળવા માટે સમય માંગ્યો છે. તો બીજી તરફ કોલકતા પોલીસે સીબીઆઇના આરોપોને ફગાવ્યા છે. અને દાવો કર્યો છે કે સીબીઆઇના અધિકારીઓની ટીમ એક પણ દસ્તાવેજ વગર આવી હતી. જેને સીબીઆઇએ ગુપ્ત ઓપરેશન જણાવ્યું હતુ. અધિકારીઓએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.

Related posts

દિલ્હી : આ મૌલાના સામે કેજરીવાલ સરકાર કરશે કેસ, લોકડાઉનની કરી ઐસી તૈસી

Nilesh Jethva

રતન ટાટા બાદ રિલાયન્સ અને ટોરેન્ટ ગૃપે કોરોના સામે લડવા આપ્યું કરોડોનું દાન

Nilesh Jethva

કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થતા સીએમ યોગીએ અધિકારીઓને લગાવી ફટકાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!