GSTV
Home » News » પાટણમાં ઈ-મેમો મળતાં યુવાનને ‘મેમા’વાળી માતા આવી

પાટણમાં ઈ-મેમો મળતાં યુવાનને ‘મેમા’વાળી માતા આવી

ટ્રાફિકના ભંગ બદલ પોલીસ સાથે માથાકૂટ કરતા લોકો તો તમે જોયા હશે. પણ પાટણમાં તો બાઇક ડિટેઇન કરાતા ચાલકને માતા આવ્યા હતા. આ વ્યક્તિનુ બાઇક ડિટેઇન કરાતા અચાનક જ તે ધુણવા લાગ્યો હતો. ટ્રાફિક પોલીસે તેનુ બાઇક ડીટેઇન કરીને ટેમ્પામાં ચડાવ્યુ હતુ. બાઇક ચાલકે પહેલા તો ટ્રાફિક પોલીસ સાથે રકઝક કરી. પણ કઇ મેળ ન પડતા અચાનક જ તેણે ધુણવાનુ શરૂ કરી દીધુ હતુ.. હોકારા પડકારા સાથે માતા આવ્યાનુ કહીને આ યુવક ટેમ્પો પકડીને ધુણવા લાગ્યો હતો. ટ્રાફિક પોલીસ સામે ધુણતો આ બાઇક ચાલકનો વીડિયો વાઇરલ થયો છે. બસો રૂપિયાના દંડથી બચવાની લ્હાયમાં આ ચાલક ધુણવા લાગતા લોકોને પણ જબરૂ જોણુ થયુ હતુ. જો કે પોલીસે મચક નહોતી આપી અને દંડ વસૂલીને બાઇક આપ્યુ હતુ.

 

પાટણમાં ઈ-મેમો મળતાં યુવાનને ‘મેમા’વાળી માતા આવી

જય મા ખોડલ. જય મા મેલડી. ખમ્મા માડી ખમ્મા કરીને અનેક ભૂવાને ધૂણતા જોયા હશે. પરંતુ આજે અમે આપને એક એવા જુવાનને ધૂણતા દેખાડીશું. જે જુવાનને મા મેમોવાળી માતા આવ્યા. 200 રૂપિયા ભરવા પડે તેમ હતા અને પછી શું જુવાન ધૂણ્યો જોવા જેવું હતું.

ખમ્મા ખમ્માને માડી ઘડી ખમ્મા મારી દયાળુ મેલડીને ઘડી ખમ્મા. જુવાનને માતાજી આવ્યા લાગે શે. પણ જુવાન ટ્રાફિક વિભાગનો ટોઇંગ કરવાનો મેટાડોર પકડીને કા ધૂણે. તો વાત કંઇક એવી છે કે ભર તડકામાં રસ્તા પર ભૂવા બની ગયેલા આ ભાઇની બાઇકને ટ્રાફિક વિભાગે ટોઇંગ કરી લીધી. 200 રૂપિયાનો દંડ કર્યો એટલે 200 રૂપિયાનો દંડ ભરવા સાટૂ ભાઇએ માથાકૂટ કરી. અને કોઇ મેળ ના પયડો એટલે ટ્રાફિક પોલીસ જવાનને પરચો મળે તે માટે જુવાન જોમ પૂર્વક ધૂણવા લાગ્યા.

પાટણમાં ટ્રાફિક વિભાગનો મેમો મળ્યો તો ભાઇ માતાજી આવ્યા હોય તેમ ધૂણવા લાયગા. જાણે મેમાવાળા માતાજી આવ્યા હોય. હવે વિચાર કરો કે જો પાટણમાં આવી હાલત હોય તો રાજ્યમાં તો હવે મોટા શહેરોમાં ઇ-મેમો ચાલુ થવાના છે. આ ઇ-મેમો અત્યારથી જ લોકોને અને ટ્રાફિક વિભાગને બંનેને માથાકૂટથી ધ્રુજાવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં જ્યારે પાછા ઇ-મેમો ચાલુ થશે ત્યારે રસ્તા પર અત્યાર સુધી ટ્રાફિક જવાનો સાથે માથાકૂટના દ્રશ્યો તો જોવા મળતા જ હતા. પરંતુ હવે ધૂણીને પણ લોકો ટ્રાફિક વિભાગના ધજાગરા કરતા થયા છે.

Related posts

1.80 કરોડના ખર્ચે બનાવ્યું એસ.ટી. બસ સ્ટેન્ડ, આજે તેની હાલત જોઈ આવશે દયા

Arohi

કર્મચારીને લાત મારી ઝુ માંથી ભાગ્યો ચિમ્પૅન્ઝી, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi

જૂનાગઢમાં મનપા ચૂંટણી માટે ભાજપે સંકલ્પપત્ર જાહેર કર્યો, ચાલુ વર્ષે જૂનાગઢમાં રોપવે પ્રોજેક્ટ થશે પૂર્ણ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!