GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

પોલીસ વિભાગમાં એક સાથે 348 પોલીસ અધિકારીઓની બદલીનું લીસ્ટ જાહેર

લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તે પહેલા ગુજરાત પોલીસ વિભાગમાં ધરખમ ફેરફાર થઈ રહ્યાં છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ 348 જેટલા પોલીસ ઈન્સ્પેક્ટરની સામૂહિક બદલી કરી છે. ઈન્સ્પેક્ટરોની અન્ય જિલ્લા બદલી કરાઈ છે. આ બદલી તાત્કાલીક અસરથી કરવામાં આવી છે. બદલી પામેલા પોલીસ અધિકારીઓને તાત્કાલીક છૂટા થઈને કોઈપણ જાતની રજા ભોગવ્યા સિવાય નવા નિમણૂકના સ્થળે હાજર થવા સૂચના આપવામાં આવી છે.

મહત્વનું છે કે અગાઉ પણ પોલીસ વડાએ 74 પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરી દીધી છે. જેને પણ જિલ્લા કક્ષાએ અલગ અલગ કામગીરી સોંપાઈ છે. ત્યારે પહેલા IAS બાદમાં IPS અને હવે વર્ગ -2 અને વર્ગ-3ના અધિકારીઓની બદલી થઈ રહી છે.

Related posts

બિગ ન્યૂઝ / 2002ના ચકચારી બિલ્કિસ બાનો બળાત્કાર કેસના 11 આરોપીઓને ગુજરાત સરકારે કર્યા સજા-મુક્ત, ગોધરા જેલમાં કાપી રહ્યા હતા સજા

Zainul Ansari

વિષ્ણુએ ‘અફઝલ’ બનીને મુકેશ અંબાણીને આપી હતી ધમકી, ધરપકડ બાદ થયો મોટો ખુલાસો

Zainul Ansari

મોટા સમાચાર / દૂધસાગર ડેરીએ સ્વતંત્રતા દિવસે પશુપાલકોને આપી મોટી ભેટ, ખરીદ ભાવમાં કર્યો આટલા રૂપિયાનો વધારો

Zainul Ansari
GSTV