GSTV
Ahmedabad Trending ગુજરાત

નશામાં ધૂત કોન્સ્ટેબલે PIનું નામ લઈને પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને આત્મહત્યાની ચિમકી આપતા સાથીઓને દોડતા કર્યા

દરિયાપુર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા નશામાં ધૂત કોન્સ્ટેબલે પીઆઇ નોકરીમાં હેરાન કરતા હોવાથી આપઘાત કરવાની ચિમકી આપી હતી. પોલીસે  પીધેલાનો ગુનો નોંધતા કોન્સ્ટેબલને માફીપત્ર લખી આપ્યું હતું. પોલીસ તપાસમાં નશાખોર કોન્સ્ટેબલે અગાઉ જોઈન્ટ પોલીસ કમિશનરને પણ આ પ્રમાણેની ચિમકી આપી હતી.

દરિયાપુર પોલીસે  પીધેલાનો ગુનો નોંધી  કાર્યવાહી કરતા કોન્સ્ટેબલે માફીપત્ર લખી આપ્યું 

દરિયાપુર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા વનરાજસિંહ ભાવસિંહ  ડોડિયાએ ગઇકાલે રાતે પોલીસ કન્ટ્રોલમાં ફોન કર્યો હતો કે પીઆઇ સાહેબ અમને નોકરીમાં હેરાન કરે છે અને ધમકી આપે છે કે નોકરીમાંથી કાઢી મૂકીશ અને હું આત્મહત્યા કરવા જાઉછું  આ મેસેજ આધારે પોલીસ  દોડતી થઇ હતી અને કોન્સ્ટેબલને પકડીને પોલીસ સ્ટેશન લાવ્યા હતા આ સમયે તપાસ કરતાં તે દારુના નશામાં હતો  ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પૂછપરછ કરતાં તેણે માફી પત્ર લખી આપ્યું હતું.

આ ઘટના અંગે દરિયાપુર પોલીસ ઇન્સ્પેકટર, આર.જે.ચૌધરીના જણાવ્યા મુજબ કોન્સ્ટેબલે બે દિવસ પહેલા પણ પીધેલી હાલતમાં પોલીસના વોટ્સએપ ગૃપમાં મેસેજો કરીને હરકતો કરી હતી જેથી તેમની કોર્ટની નોકરી બદલી કાઢી હતી. અને તેમની ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન મુજબ કોન્સ્ટેબલ સામે પીધેલાનો ગુનો નોંધી તપાસ કરતાં ૨૦૧૮માં આ પોલીસ જવાને જોઇન્ટ પોલીસ કમિશનરને પણ આ પ્રમાણેની ચિમકી આપી હતી.

READ ALSO

Related posts

ભાવનગરની મહિલા કોલેજ આવી વિવાદમાં, કોલેજના આચાર્યની મનમાની સામે રોષ

pratikshah

Bedroom Secret/ મિલિંદ સોમને ખોલ્યા બેડરૂમના રહસ્ય, કહ્યું- હજુ પણ 26 વર્ષ નાની પત્નીથી વધુ…

Damini Patel

હાર્દિક પંડ્યાએ T20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારત તરફથી ધોની અને કોહલી પણ નથી કરી શક્યા આવું

Damini Patel
GSTV