GSTV
Home » News » રિવાબાની માતાઅે નોંધાવેલી ફરિયાદ અક્ષરશ વાંચો : મુખ્યમંત્રી, પીઅેમઅો કાર્યાલય અેક્ટિવ થયું

રિવાબાની માતાઅે નોંધાવેલી ફરિયાદ અક્ષરશ વાંચો : મુખ્યમંત્રી, પીઅેમઅો કાર્યાલય અેક્ટિવ થયું

જામનગરમાં ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની પત્ની અને પરિવાર પર હુમલો કરી દાદાગીરી કરનાર પોલીસ કોન્સ્ટેબલની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી સસ્પેન્ડ કરી દીધો છે. રિવાબાની સાથે ગઈકાલે  મોડી સાંજે ઘટેલી અા ઘટના બાદ રેન્જ અાઇજી સહિતનાે પોલીસ ડિપાર્ટમેન્ટ અેક્ટિવ થઈ ગયો હતો. રિવાબા રવિન્દ્ર જાડેજાના પત્ની હોવાથી કેસ હાઇપ્રોફાઇલ હોવાને પગલે પોલીસે પણ તાત્કાલિક અેક્શન લઇને રિવાબા સમક્ષ જ સરભરા કરી દીધી હતી. અા અંગે રિવાબાના મમ્મીઅે ફરિયાદ નોંધાવી છે. જે અક્ષરશ અહીં પ્રસિદ્ધ કરાઈ છે.

તા. 21-5-2018, મારું નામ પ્રફુલ્લાબા વા/ઓ/ હરદેવસિંહ રામસિંહ સોલંકી જાતે -ગીરા ઉ.વ. 58 ધંધો- ઘરકામ- રહે. કૈલાસવાડી, કલેક્ટરના બંગલાની બાજુમાં, લક્ષ્મીકૃપા, રાજકોટ. રૂબરૂમાં પૂછવાથી લખાવું છું કે, હું ઉપર બતાવેલ સરનામે મારા પરિવાર સાથે રહું છું અને ઘરકામ કરું છું. બપોરના 4 વાગ્યે હું તથા મારી દીકરી રીવાબા તથા તેમની દીકરી નિધ્યાનાબા (ઉ.વ.11માસની) સાથે અમારી બી એમ ડબલ્યુ કાર રજી. નં. જીજે-3 એચ આર. 9366માં મારી દીકરી રિવાબા ડ્રાઇવિંગ કરી જામનગર આવવા નીકળેલ અને અમો શરૂ સેકશન રોડ થઇ અમારી દીકરીના ઘરે પંચવટી તરફ જતા હતા.

રિવાબા સાથે ખરાબ વર્તન કરનાર પોલીસ કર્મચારી સંજય કરગિંયા

આશરે પોણા સાતેક વાગ્યે પોલીસ હેડક્વાર્ટરના ગેટ પાસે પહોંચતા ત્યાં અચાનક એક હંક મોટરસાઈકલનો ચાલક ડ્રાઇવિંગ સીટવાળી સાઇડ આગળના ભાગે અમારી કાર સાથે અથડાતા અમારી કાર ઊભી રાખતા તે મો.સા.નો. ચાલક અમારી પાસે આવીને અમોને કહેલ કે, તમો કાર જોઇને ચલાવો તેમ કહી જેમ તેમ ગાળો બોલવા લાગેલ અને અમો ગાળો બોલવાની ના પાડતા તે મારી દીકરી રિવાબા પાસે આવી કહેલ કે, મારું નામ સંજય કરગિંયા છે.

હું પોલીસમાં નોકરી કરું છું તમારાથી જે થાય તે કરી લેજો. તેમ કહી તેનું આઇકાર્ડ બતાવેલ અને અને મારી દીકરી રિવાબાના વાળ ખેંચી તેનું માથું કાચ સાથે બે ત્રણ વખત ભટકાડી માથામાં ઇજા કરેલ ત્યાર બાદ રીવાબાના ગરદન તેમજ છાતીના ભાગે તેનો હાથ નાંખી રિવાબાને પોતાના તરફ ખેંચેલ. આ વખતે રાડારાડી કરતા આજુબાજુમાંથી મનીષાબેન દીક્ષિત તેમજ રાજદીપસિંહ જાડેજા અને વિજયસિંહ ચાવડા વચ્ચે પડી રીવાબાને છોડાવેલ હતા.

અા ગાડીમાં રિવાબા ફેમિલી સાથે રાજકોટથી જામનગર ગયા હતા

આ વખતે આ પોલીસવાળો સંજય કરંગિયા ભૂંડી ગાળો બોલતો જતો રહેલ હતો. આ મો.સા.ના નંબરની મને જાણ નથી તો તેના સામે કાયદેસર થવા મારી ફરિયાદ. એટલી મારી ફરિયાદ હકીકત મારા લખાવ્યા મુજબની બરોબર અને ખરી છે. જે વાંચી સમજી આ નીચે મારી સહી઼ કરી આપેલ છે.

પોલીસ કર્મીને વર્દીનો રોફ હતો

પોલીસ કર્મીને વર્દીનો રોફ હતો, મારી દીકરીએ માનવતા દર્શાવી પણ પોલીસ કર્મીએ ખરાબ વર્તન કર્યું, અમને ખાત્રી છે કે આરોપીને છોડાશે નહીં, મારી દીકરી તો એક નિમિત બની ગઇ હવે દરેક મહિલાનું પ્રોટેક્શન થશે. રીવાબાની તબીયત સારી નથી. પોલીસકર્મીઅે રોંગ સાઇડમાં આવી રોફ જમાવ્યો અને હંગામો કર્યો, તે માણસ વિકૃત હતો, રીવાબાને વાગ્યું છે. ફિલ્મમાં જોયા હોય તેવા દ્રશ્યો હતા. 11 મહિનાની દીકરી સાથે હતી તેને વાગી જાય તો.

રીવાબાના વાળ પકડી ઝાપટ મારી

જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાની કાર કોન્સ્ટેબલ સાથે અથડાતા કોન્સ્ટેબલે સરા જાહેર રીવાબાના વાળ પકડી ઝાપટ મારી દીધાની ઘટનાથી સનસનાટી મચી ગઇ છે. પોલીસમેને મહિલા પર કરેલા હુમલાની ઘટનાના છેક ગાંધીનગર સુધી પડઘા પડયા હતા અને ડીજી દ્વારા તાકીદની અસરથી કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા આદેશ કરતા જિલ્લા પોલીસ વડાએ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધી સસ્પેન્ડ કર્યો છે.

જામનગરમાં રહેવું રિવાબા માટે સેઈફ નથી જણાતું

પરિવારજનોને જામનગરમાં રહેવું રિવાબા માટે સેઈફ નથી જણાતું.  આજે વહેલી સવારે પાંચ વાગ્યે રિવાબા પરિવાર સાથે રાજકોટ આવી ગયા હતા. હુમલાની ઘટના બાદ રિવાબા આખી રાત સૂઈ શકયા ન હતા. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પણ ટેલિફોન દ્વારા રિવાબાના ખબર અંતર પૂછવામાં આવ્યા હતા તેમજ જવાબદાર પોલીસ કર્મચારી સામે કડક પગલાની મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ખાતરી આપવામાં આવી છે.

મને પીએમઓ ઓફિસથી કોલ આવ્યો

રિવાબા પર હુમલા અંગે જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાઅે જણાવ્યું હતું કે, રિવાબા સાથે જે થયું તે ખરાબ થયું છે. સેલિબ્રિટીની પત્ની હોય કે કોઈ પણ સ્ત્રી તેને હાથ લગાવવાનો અધિકાર કોન્સ્ટેબલ જોડે નથી. તેની તાત્કાલિક ધરપકડ આવી છે. મને પીએમઓ ઓફિસથી કોલ આવ્યો હતો મેં રિવાબાનો નંબર આપ્યો છે. રવિન્દ્ર જાડેજા જોડે હજી કોન્ટેકટ થયો નથી.

Related posts

28 વર્ષ પહેલાં આઝાદ થયો આ દેશ, અહીં વ્યક્તિદીઠ આવક છે 6.39 લાખ અને બાળકોને 15 વર્ષ સુધી ફ્રી શિક્ષા

Mansi Patel

પોતાના જ વિદ્યાર્થી સાથે શિક્ષિકાએ વટાવી તમામ હદ, એટલેથી સંતોષ ન થતા ઘરે લઈ જઈને પણ…

Bansari

વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ બનાવી રહી છે વેબસાઈટ, એક ક્લિકે મળશે દરેક કાર્યકર્તાની માહિતી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!