GSTV
Ajab Gajab Trending

100 રૂપિયાનું દહીં થયુ ચોરી, ચોર કોણ જાણવા કર્યો હજારોનો DNA ટેસ્ટ

તાઈવાનમાં પોલીસે એકસો રૂપિયાના દહીંની ચોરી પકડવા માટે છ લોકોના ડીએનએ ટેસ્ટ કરાવ્યા છે. એકસો રૂપિયાના દહીંની ચોરીના મામલે તાઈવાન પોલીસે 42 હજાર રૂપિયાના ડીએનએ ટેસ્ટ કરાવ્યા છે. તાઈવાનમાં એક મહિલાએ ફરિયાદ કરી હતી કે તે સ્ટૂડન્ટ હાઉસમાં રોકાઈ હતી. તે વખતે કોઈએ એક ડબ્બા રાખેલું દહીં ચોરી કર્યું હતું. સવારે મહિલાએ ખાખાખોળા કર્યા. તો તેને એક ડસ્ટબીનમાંથી દહીંનું પેકેટ મળી આવ્યું હતું. ગુસ્સે ભરાયેલી મહિલાએ તેની સાથે રહેતા રૂમ પાર્ટનર્સને આના સંદર્ભે જાણકારી આપવા માટે જણાવ્યું હતું. પરંતુ તમામે દહીં ખાધું હોવાનો ઈન્કાર કર્યો હતો. બાદમાં મહિલાએ પોલીસને ફરિયાદ કરી હતી.

પહેલા તો ફરિયાદ સાંભળી પોલીસકર્મીઓ હસી પડ્યા હતા. પોલીસને પેકેટ પરથી આરોપીના ફિંગરપ્રિન્ટ મળી શક્યા નહીં. કારણ કે ઘટના સમયે પેકેટ ભીનું હતું. તેવામાં તપાસ ટીમને ફોરેન્સિક ટીમની મદદ લેવાની સલાહ આપી હતી. ફોરેન્સિક તપાસની મંજૂરી મળ્યા બાદ મહિલા સહીત કુલ છ લોકોના ડીએનએ ટેસ્ટ કરીને તેના આધારે પોલીસે દોષિતોની ધરપકડ કરી હતી.

સ્થાનિક ટેલિવિઝન ચેનલ ટીવીબીએસના અહેવાલ મુજબ એક મહિલાના ડીએનએ ટેસ્ટમાં ત્રણ હજાર તાઈવાની ડોલર એટલે કે સાત હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. આમ છ વ્યક્તિઓના ડીએનએ ટેસ્ટની પાછળ 42 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. જો કે 42 હજારના ખર્ચે એકસો રૂપિયા દહીંની ચોરી કરનારને પોલીસે ઝડપી પાડયો હતો. જો કે તાઈવાનના લોકોએ કરદાતાઓના નાણાં વેડફવા બદલ નારાજગી વ્યક્ત કરી અને પોલીસ પર સંસાધનોનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. કોઈએ એમ પણ કહ્યું હતું કે આટલો ખર્ચ કરવાના સ્થાને ફરિયાદી મહિલાને આટલા રૂપિયાનું દહીં ખરીદીને આપી શકાઈ હોત.

Read Also 

Related posts

રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર

Siddhi Sheth

નવી એરલાઇન ફ્લાય 91નો ફર્સ્ટ લુક જાહેર, શિયાળામાં પ્રથમ ફ્લાઈટ ઉડશે

Vushank Shukla

બીએસઇ ડેરિવેટિવ્ઝના ટર્નઓવરમાં ઉછાળો

Vushank Shukla
GSTV