GSTV

સુરતના જાણીતા ડાયમંડ વેપારીના અધિકારીની બેગ વિમાનમાથી ચોરી થતા ચકચાર

Last Updated on October 20, 2019 by

ડુમસ પોલીસ સ્ટેશનમાં એરપોર્ટ તેમજ દિલ્હી એરપોર્ટ ખાતેના સ્પાઇસજેટમાં ફરજ બજાવતા જવાબદાર અધિકારીઓ તથા કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. દિલ્હીથી સુરત આવી રહેલા યાત્રીનું બેગ ચોરાઈ જતા યાત્રીઓ સ્પાઈસ જેટના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી છે. સુરત એરપોર્ટ પર આ પહેલી ઘટના હશે જ્યારે કોઈ યાત્રીએ ફ્લાઇટના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોય.

દિલ્હી થી સુરત સ્પાઇસ જેટ પ્લેન નંબર SG8475 માં ફરી સુરત એરપોર્ટ પર આવેલા યાત્રીએ સ્પાઈસ જેટના કર્મચારીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. યાત્રી અનુસાર સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીના કારણે તેમની બેગ ચોરાઈ ગઈ છે. જે અંગે સુરત અને દિલ્હી એરપોર્ટ પર ફરજ બજાવતા સંબંધિત સ્પાઈસ જેટના અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સુરતથી દિલ્હી જવા માટે રવાના થયેલા નરેશ મયાણી શહેરના જાણીતા ડાયમંડ કિંગ સવજી ધોળકિયાના હરે કૃષ્ણા એક્સપોર્ટ કમ્પનીના HR વિભાગમાં નોકરી કરે છે.

તેઓએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેની બેગ ઉપર ક્રિષ્ના એક્સપોર્ટ તથા ક્રિષ્ના ડાયમંડ જ્વેલરી જેવી જાણીતી કંપનીના ટેગ લાગેલો હતો. તેમજ સ્પાઇસજેટના કર્મચારીઓ દ્વારા સ્કેનિંગ મશીનમાં તેમની વસ્તુઓ જોઈ હતી. જેથી કર્મચારીઓને જાણ હતી કે બેગમાંથી કીમતી વસ્તુઓ મળી આવી શકે. જેથી તેઓના જવાબદાર તમામ કર્મચારીઓ એકબીજાના મેળાપીપણામાં આ કૃત્ય કર્યું હોય શકે છે.

ફરિયાદી મુજબ બેગમાં આઇ પોર્ટ, બ્લુટુથ, એપલ ફોન, રોકડા અને કંપનીના બહુ જ અગત્યના દસ્તાવેજો હતા. જે ચોરાઈ ગયા છે. જેની કુલ કિંમત 96 હજાર હતી. વેપારીની હેન્ડ બેગ હતી જો કે વજન 8.50 kg હોવાથી કર્મચારીને લગેજમાં નાખવા કિધુ હતું. ત્યારે આ મામલે સુરતની ડુમસ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં ઔવેસીનો ફ્લોપ શો: સાબરમતી જેલની મુલાકાતે જતાં પોલીસે કરી અટકાયત, યુપીના ગેંગસ્ટરને મળવાની હતી ઈચ્છા

Pravin Makwana

Fraud / ૪૩ વર્ષ પહેલાં શેર ખરીદીને ભૂલી ગયા પિતા, તેનું મૂલ્ય 1,448 કરોડ થઈ ગયું

Damini Patel

ગુજરાતમાં ચૂંટણીને લઈને મોટા સમાચાર: ભારતીય જનતા પાર્ટીને મળી ગઈ મોટી રાહત, ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે નહીં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!