GSTV
Home » News » સીએમ રૂપાણીના ખાસ વિશ્વાસુ નેતા ભંડેરી સામે પોલીસ ફરિયાદ, ર યુવાનોનાં મોત થયાં છે

સીએમ રૂપાણીના ખાસ વિશ્વાસુ નેતા ભંડેરી સામે પોલીસ ફરિયાદ, ર યુવાનોનાં મોત થયાં છે

રાજકોટના ભાજપના નેતા ધનસુખ ભંડેરી સહિત 15 વ્યક્તિઓ સામે સુરતના કડોદરા પોલીસ મથકે માનવવધ સહિતનો ગુનો નોધાયો છે. સુરતના પલસાણાના તાતીથૈયા ગામે હેઝાર્ડ વેસ્ટનો નિકાલ કરતા સમયે બે યુવાનોના મોત થયા હતા. હેઝાર્ડ વેસ્ટનો આ જથ્થો ભરૂચની ઝઘડીયા જીઆઈડીસીમાંથી આવ્યો હતો. ત્યારે આ કંપનીમાં ધનસુખ ભંડેરીનું નામ હોવાથી તેમની સહિત 15 વ્યક્તિઓ સામે સ્વદોષ, માનવવધનો ગુનો નોંધાયો છે.

ગત 9 ફેબ્રુઆરીએ ટેન્કરમાંથી કેમિકલનો નિકાલ કરતા સમયે ભગવાન ભાઈ અને ભરતભાઈનું મોત નિપજ્યુ હતુ. આ ઘટના પર કડોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જોકે, તપાસમાં ઝઘડીયાથી કેમિકલ લાવવામાં આવ્યુ હતુ.

અને કંપની ડિરેક્ટરો વેસ્ટના નિકાલનો ખર્ચ વધુ પડતો ન આવે તે માટે તેને ગેરકાયદેસર રીતે નિકાલ કરતા હતા. ત્યાર હવે પોલીસે કંપની સંચાલકો સામે સ્વદોષ માનવવધ, પર્યાવરણને નુકસાન પહોંચાડવા બાબતે ગુનો નોંધાયો છે.

READ ALSO

Related posts

દીદીની મુશ્કેલીમાં વધારો, પ.બંગાળમાં ડોક્ટરની હડતાળ બાદ રાજ્યના કર્મચારીઓની હડતાલ

Nilesh Jethva

રાજ્યની આ શાળાના બાળકોએ કર્યો શિક્ષણનો બહિષ્કાર, જાણો શું છે મામલો

Nilesh Jethva

વરસાદની સીઝનમાં કાર ના થઈ જાય બે-કાર, તે માટે રાખો આટલું ધ્યાન

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!