GSTV
Home » News » જૂનાગઢ : જમીન બાબતે થયેલા ડખામાં રાજકોટના મહિલા પીએસઆઈ અને પૂર્વમેયર સહિત 13 સામે પોલીસ ફરિયાદ

જૂનાગઢ : જમીન બાબતે થયેલા ડખામાં રાજકોટના મહિલા પીએસઆઈ અને પૂર્વમેયર સહિત 13 સામે પોલીસ ફરિયાદ

જૂનાગઢના સોડવદર ગામે જમીન બાબતે થયેલા ડખામાં રાજકોટના મહિલા પીએસઆઇ, જૂનાગઢના પૂર્વ મેયર, નગરસેવકના પતિ સહિત 15 જેટલા લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. ખેડૂત ભીખાભાઈ બારડની જમીનમાં પીએસઆઇ સહિતના આરોપીઓએ ઘુસીને નુકસાન અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરાઇ છે. સાથે જ ખેતરમાં વાવેલા ઘઉ પર રોટાવેટર ફેરવી દીધાનો પણ આક્ષેપ કરાયો છે.

ફરિયાદમાં ગીતાબેન બચુભાઈ ડાંગર મહિલા પીએસઆઈ રાજકોટ, તેમની બહેન રૂપલ ડાંગર, જૂનાગઢના પૂર્વ મેયર કેપ્ટન સતિષચંદ્ર વીરડા, મહિલા નગરસેવકના પતિ રાજુ સોલંકી સહિત આઠથી દસ અજાણ્યા મહિલા પુરુષો વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ છે.

READ ALSO

Related posts

નોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું

Path Shah

સ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા

Riyaz Parmar

માછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!