GSTV
Gujarat Government Advertisement

કચ્છ : ‘દિકરીને અકસ્માત નડ્યો છે’ DDOના નામે ગામ આખાને ઉલ્લુ બનાવતા ઠગભગતો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

Last Updated on January 16, 2020 by Mayur

કચ્છના ડીડીઓ પ્રભવ જોશીના નામે શ્રીમંતો પાસે નાણાંની માંગણી કરતા ઠગભગત સામે ભુજમા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કચ્છના ડીડીઓ પ્રભવ જોશીની દીકરી અમેરિકા જાય છે અને વિઝામાં રકમ ખૂટી છે અથવા દીકરીને એક્સીડેન્ટ થયો છે અને તાત્કાલિક નાણાંની જરૂર છે. તેવું કહી DDOના નામે કચ્છના ચાર અલગ-અલગ આગેવાનોને ફોન કરી લાખ્ખો રૂપિયાની તત્કાળ નાણાંકીય મદદ માંગવામાં આવતા ઠગભગત સામે ફરિયાદ નોંધાઇ છે.

DDO પ્રભવ જોષી

DDOના નામે આવેલા ફોનની ચારેય અગ્રણીઓએ પોતાની રીતે સત્યતા તપાસતાં આ છેતરપિંડીનો કારસો હોવાનું સ્પષ્ટ થયું હતું. છેતરપિંડી આચરતાં અજાણ્યા લોકો સામે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફોજદારી ફરિયાદ દાખલ થઈ છે. ગત ઓક્ટોબર-નવેમ્બર માસમાં ઠગભગતોએ મુંદરા તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઈ ટાપરીયા, મમુઆરાના મિનરલ્સના ઉદ્યોગપતિ સતિષ વાલજી છાંગા, ફિલિપ્સ કાર્બન બ્લેક નામની કંપનીના મેનેજર કિંગ શુક બોઝ અને હાલ મુંબઈ રહેતા મૂળ દહિંસરાના આગેવાન મહેન્દ્રભાઈ સંગોઈને DDOના નામે ફોન કરી નાણાંની માંગણી કરાઈ હતી.

આ અંગે 16 નવેમ્બરનાં રોજ પોલીસ મથકે અરજી અપાઈ હતી. જે સંદર્ભે આજે પોલીસે ખોટું નામ ધારણ કરી ઉચ્ચ અધિકારીના નામે છેતરપિંડીના ઈરાદે ફોન કરી તેમના હોદ્દાની શાખને નુકસાન પહોંચાડવા બદલ અજાણ્યા આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. ડીડીઓ જોશીએ આવા ઠગભગતોથી સાવધાન રહેવા અપીલ કરી હતી

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!