GSTV

યોગી સરકારે પોલીસ કમિશ્નર સિસ્ટમને મારી મંજૂરી, પ્રથમ પોલીસ કમિશ્નર તરીકે આલોક સિંહ અને સુજીત પાંડે

corona

Last Updated on January 13, 2020 by Mayur

ઉત્તર પ્રદેશની યોગી સરકારે નોઈડા અને લખનઉમાં પોલીસ કમિશનરી સિસ્ટમને મંજૂરી આપી દીધી છે.સોમવારે આયોજિત કેબિનેટ બેઠકમા તેના પર મહોર પર લાગી ગઈ છે. આલોક સિંહને નોઈડાના જ્યારે સુજીત પાંડેને લખનઉના પહેલા પોલીસ કમિશનર બનાવ્યા છે. દેશના 15 રાજ્યોના 71 શહેરોમાં પહેલાથી જ કમિશનરેટ સિસ્ટમ લાગુ છે.

યુપીમાં સીએમ યોગી આદિત્યનાથે સત્તા સંભાળ્યા બાદ કવાયત તો શરૂ કરી હતી.પરંતુ બ્યૂરોક્રેસીના દબાણમાં નિર્ણય લેવાતો ન હતો. પોલીસ કમિશનરી સીસ્ટમ લાગુ કરવા પર સીએમ યોગી આદિત્યનાથે કહ્યુ કે, છેલ્લા 50 વર્ષથી વધુ સારી અને સ્માર્ટ પોલીસિંગ માટે પોલીસ કમિશનરીની માંગ થતી હતી. અને કેબિનેટે આ નિર્ણય પર મહોર લગાવી છે.

તેઓએ કહ્યુ કે એક મહિલા એસપી રેન્કની અધિકારી મહિલા સુરક્ષા માટેની આ સિસ્ટમમં તૈનાત થશે. પોલીસ કમિશનરી સિસ્ટમમાં ડેપ્યુટી એસપીથી ઉપર જેટલા અધિકારી હોય તેઓ પાસે મેજીસ્ટ્રેટ કક્ષાની સત્તા હોય છે. જો મોટો વિવાદ કે હોબાળો થાય અને ભીડ નિયંત્રણ કે અન્ય રીતે બળપ્રયોગ કરવાની જરૂર પડે તે હવે આ અધિકાર પોલીસ પાસે હશે. આ ઉપરાંત શાંત વ્યવસ્થા માટે કલમ 144 લાગુ કરવાનો અધિકાર પણ કમિશનરને મળશે.

READ ALSO

Related posts

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ/ બોપલ-વેજલપુર સહિત આ વિસ્તારોમાં ગયાં તો કોરોના સાથે લઇને આવશો, એક સાથે આ 18 સ્થળોને માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા

Bansari

અમેરિકા-કેનેડાની સરહદે કાતિલ ઠંડીમાં થીજી જતાં ચાર ભારતીયોનાં મોત, ઘૂસણખોરી કરવાના પ્રયાસ કરી રહ્યા હતા

Damini Patel

ક્રિપ્ટો કરન્સી બજારમાં મંદીનો તીવ્ર આંચકો, બિટકોઈન 5700 ડોલર તૂટયો બજાર પાંચ મહિનાના તળિયે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!