PUBG ગેમ રમવા પર અમદાવાદમાં પ્રતિબંધ, ગેમ રમતા નાગરિકોના મોબાઇલ જપ્ત કરીને કાનૂની પગલાં ભરાશે

pubg ban

PUBG-MOMO ચેલેન્જ ગેમ રમવા ગુજરાત સરકારે જાન્યુઆરીમાં પ્રતિબધ મૂક્યા બાદ અમદાવાદ પણ આ બન્ને ગેમ રમવા પર પોલીસ કમિશનરે મનાઇ ફરમાવી જાહેરનામું બહાર પાડયુ છે.

બાળકો સહિત તમામ વયના લોકોને ઘેલું લગાડનાર પબજી અને મોમો ચેલેન્જ ગેમના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છ. એટલું જ નહી આ ગેમના કારણે બાળકો અને યુવાનોમાં હિંસકવૃત્તિનું પ્રમાણ વધી રહ્યુ છે જેને ધ્યાનમાં રાખીને આ ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

પ્લેયર્સ અનનોન બેટલ ગ્રાઉન્ડ ગેમ તરીકે ઓળખતી પબજી ગેમ તથા મોમો ચેલેન્જ ગેમે અમદાવાદ સહિત ગુજરાતમાં તમામ વયના લોકોન ઘેલું લગાડયું છે. ઘણા લોકોને તો તેનું નાશાની જેમ વળગણ થઇ ગયું છે. આ પબજી ગેમ રમવા માટે કામ, ધંધો, નોકરી, ખાવા-પીવાનું ભૂલીને તેને સમુહમાં રમતા નજરે પડે છે.

આ ગેમ રમવા બાળકો એટલા બધા મશગુલ થઇ જતા હોય છે કે રાત દિવસનું ભાન પણ રહેતું નથી અને મોડી રાત સુધી જાગતા હોય છે. ગેમથી પ્રભાવિત થઇને જાન લેવા સાબિત થયાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે વિદેશમાં બેઠેલા પોતાના મિત્ર સાથે પણ આ ગેમ રમી શકાતી હોવાથી વિદ્યાર્થીઓના ભણતર પણ અસર થઇ રહી છે.

પબજી ગેમએ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને પણ ઘેલું લગાડયું છે. પરિણામે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ મોબાઇલ ફોનમાં પબજી રમતા નજરે પડે છે. આ ગેમના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થતી હોવાથી તેની સામે કાયદો અને વ્યવસ્થા પણ સમસ્યારૃપ સાબિત થઇ રહી છે. આ બધા કારણોને ધ્યાનમાં રાખીને રાજકોટ બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘે આજે જાહેરનામું બહાર પાડીને આ પબજી થતા મોમો ચેલેન્જ ગેમ રમવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

જાહેરનામામાં જણાવ્યું કે જાહેર સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પબજી તથા મોમો ચેલેન્જ ગેમ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. એટલું જ નહી આ ગેમ રમતા નજરે પડશે તો તેમનો મોબાઇલ કબજે કરીને તેમની સામે કાનૂની પગલાં ભરવામાં આવશે. પોલીસને પણ આ જાહેરનામાનો કડકાઇથી અમલ કરવાના આદેશો આપવામાં આવ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter