GSTV
Home » News » સુરતમાં આગની બીજી ઘટના બનતા તંત્ર સજ્જ, પોલીસ કમિશનરે અમદાવાદમાં NOC વગર ચાલતી શાળા- કોલેજોની મગાવી માહિતી

સુરતમાં આગની બીજી ઘટના બનતા તંત્ર સજ્જ, પોલીસ કમિશનરે અમદાવાદમાં NOC વગર ચાલતી શાળા- કોલેજોની મગાવી માહિતી

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં બાળકનો મોત બાદ ફરીથી શાળાની પાસેની પ્લાસ્ટીકની ફેકટરીમાં આગ લાગી હતી જેમાં ૧૫૦ બાળકનો બચાવી લેવાયા હતા. જેના પગલે શહેર પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી અમદાવાદ શહેરમાં હજુ કેટલી શાળા-કોલેજો તેમજ ટયુશન ક્લાસીસ એનઓસી વગર ચાલી રહ્યા છે તેની માહિતી શહેરના તમામ પોલીસ સ્ટેશન પાસે માંગવામાં આવી છે.

સુરતમાં મહિના અગાઉ તક્ષશિલા નામના ટયુશન ક્લાસીસમાં બાળકોમા આગની દાઝી જવાથી તેમજ ઉપરથી જીવ બચાવવા કૂદકો મારતાં મોત થયાની ઘટના બની હતી ત્યારે આજે શાળાની બાજુની ફેકટરીમાં આગની વધુ એક ઘટના બની હતી જો કે સમય સૂચકતાના કારણે પોલીસે ૧૫૦ બાળકોને ઉતારી લીધા હતા.

જેને લઇને શહેર પોલીસ કમિનશરે તાત્કાલીક અસરથી અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનમાં પત્ર લખીને કેટલા કોચિંગ સંસ્થાઓ એન.ઓ.સી. વગર ચાલતી હતી અને જાહેરનામા પછી કેટલી સંસ્થાઓને બંધ કરવામાં આવી છે. ઉપરાંત કેટલી શાળાઓએ એન.ઓ.સી મંગાવેલી છે અને ચાલુ થઇ ગઇ છે તથા કેટલી શાળાઓએ હજુ સુધી એન.ઓ.સી. મળવેલી નથી અને બંધ છે, તેમજ કોઇ શાળા એન.ઓ.સી.વગર ચાલુ છે કે કેમ તેની માહિતી વિગતવાર તાત્કાલીક અસરથી મોકલી આપવા માટે તાકીદ કરવામાં આવી છે.

ફાયર બ્રિગેડ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં સરકારના જાહેરનામા બાદ શહેરમાંથી કોચિંગ ક્લાસીસના કુલ ૪૪૦૦ સંચાલકો દ્વારા એન.ઓ.સી માટે અરજીઓ કરવામાં આવી હતી જે પૈકી ૩૫૦૦ને પરમીશન આપવામાં આવી છે જો કે બાકી અરજીઓમાં કેટલાક ક્લાસીક ભોંયરામાં ચાલી રહ્યા છે જેમાં એવા ક્લાસીસનો પણ સમાવેશ થાય છે કે તેઓએ ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી દીધા છે. પરંતુ અમુક કિસ્સાઓમાં એવા ભોંયરા છે કે જ્યાં આવવા જવા માટે એક સીડીનો ઉપયોગ થાય છે.

તેમજ હવા ઉજાસ નથી તેમજ સંપૂર્ણ બંળિયાળ છે તેવા કિસ્સાઓમાં કોઇપણ સંજોગોમાં એન.ઓ.સી, આવામાં આવશે નહી તેવુ ફાયર બ્રિગડ અધિકારી એમ.એફ. દસ્તુરે જણાવ્યું હતું. જો કે આજના પરિપત્રથી અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા શાળા-કોલેજોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જો કે ઘટના બની તે સમયે શાળા- કોલેજોમાં વેકેશન ચાલતુ હતું જેથી કેટલીક શાળા -કોલેજોને એન.ઓ.સી.ની પ્રક્રિયા થઇ શકી નથી.

Read Also

Related posts

હવે અંતરિક્ષમાં ભારતનો દબદબો વધશે, કેટલીય સમસ્યોઓનો સામનો કરીને ખજાના સુધી પહોંચશે યાન

Nilesh Jethva

Chandrayaan 2 VIDEO: જુઓ 33 સેકેન્ડનો એ રોમાંચ જ્યારે વધી ગઈ હતી દેશની ધડકનો

Kaushik Bavishi

ચંદ્રયાન-2નું અંતરિક્ષમાં સફળ પ્રક્ષેપણ, 48 દિવસ બાદ ચંદ્રમાના દક્ષિણ ધ્રુવમાં કરશે લેન્ડિંગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!