GSTV
Baroda Trending ગુજરાત

ભણવાની ઉંમરે પ્રેમના પાઠ શીખ્યા/ 1700 રૂપિયા લઈ ભાગેલા સગીર પ્રેમીઓ સલવાયા, પાવાગઢ પણ ફરી આવ્યાં

વડોદરા નજીકના ગામમાંથી બે દિવસ પહેલાં  ભાગી છુટેલા બે કુમળી વયના પ્રેમી પંખીડાઓને સયાજીગંજ પોલીસે ઝડપી પાડી જિલ્લા પોલીસને સોંપ્યા હતા.

અભ્યાસ કરવાની ઉંમરે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીની આંખો મળી જતાં બંને ચોરીછુપીથી મળવા માંડયા હતા.પરંતુ લોકોની નજરમાં આવી જતાં કેટલાક સમયથી મળવાનું બંધ થયું હતું.

સયાજીગંજ પોલીસના જણાવ્યા પ્રમાણે,બંને સગીરવયના પ્રેમીઓ આખરે બે દિવસ પહેલાં ઘર છોડીને ભાગી છુટયા હતા.તેઓ પાવાગઢ ગયા હતા અને ત્યાંથી બીજા એક ગામમાં ગયા હતા.આ અંગે પોલીસને જાણ કરાતાં વડોદરા જિલ્લા પોલીસે અપહરણનો ગુનો નોંધી શોધખોળ કરવામાં આવી હતી.

સયાજીગંજ ડેરીડેન નજીક ગઇ રાતે પોલીસે બંનેને જોતાં શંકા પડી હતી.જેથી પીએસઆઇ એ ડી ખાંટ અને સ્ટાફે બંનેની પૂછપરછ કરતાં તેઓ ઘર છોડીને ભાગ્યા હોવાની વિગતો બહાર આવી હતી.બંને જણા જ્યારે  ભાગ્યા ત્યારે તેમની પાસે રૃ.૧૭૦૦ હતા.પરંતુ આ રકમ ખર્ચાઇ જતાં બંને સલવાયા હતા.આખરે સયાજીગંજ પોલીસે બંનેને જિલ્લા  પોલીસને સોંપ્યા હતા.

READ ALSO

Related posts

શેર બજારમાં અવિરત ઐતિહાસિક તેજી : સેન્સેક્સ નિફટી નવા શિખર પર પહોંચ્યા

Padma Patel

ગુજરાત કોંગ્રેસ! વિધાનસભા વિપક્ષના નાયબ નેતા ને મુખ્યદંડકની નિમણૂકના ઠેકાણા નથી, રવિવારે કોંગ્રેસના વિધાનસભ્યોની ચિંતન શિબિર

pratikshah

ગુજરાત 2022/ વર્તમાન 11 મંત્રીઓ સાથે કુલ 788 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક ગામોએ મતદાનનો બહિષ્કાર

pratikshah
GSTV