મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં એક વ્યક્તિએ અભિનેત્રા કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ ના કોરોના વાયરસ સંબંઘિત ટ્વિટને બે સમુદાયો વચ્ચે શાંતિ બગાડાનારુ ગણાવીને તેની સામે કેસ કર્યો છે. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી. તેમણે આ કેસ પહેલવાન અને નેતા બબીતા ફોગાટ પર પણ કર્યો છે.
એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
એક અધિકારીએ કહ્યુ કે તબલીગી જમાત સાથે જોડાયેલા એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે આ ફરિયાદને ઓરંગાબાદ પોલીસના માધ્યમથી તે વિસ્તારની પોલીસને મોકલવામાં આવશે જ્યાં તે બન્ને રહેશે.
એક સમુદાય વિશેષને ટાર્ગેટ કરવાનો
અધિકારીએ જણાવ્યું ફરિયાદીએ ફોગાટના બે અને 15 એપ્રીલે કરેલા ટ્વીટનો હવાલો આપ્યો. તેમણે આરોપ લગાવ્યો કે ચંદેલ દ્વારા કરવામાં આવેલા ટ્વીટનો આશય એક સમુદાય વિશેષને ટાર્ગેટ કરવાનો અને નફરત ફેલાવવાનો હતો. તેમણે ફોગાટ અને ચંદેલ પર આઈપીસીની ધારા 153એ અને સુચના પ્રોદ્યોગિકી અધિનિયમ હેઠળ પણ કેસ દાખલ કરવાની માંગ કરી છે.
રંગોલીને પણ પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા છે
ઉલ્લેખનીય છે કે રંગોલી ચંદેલના ટ્વીટ પર કાર્યવાહી સ્વરુપે ટ્વિટરે તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધુ હતું. ત્યાર બાદ ટ્વિટર ઉપર ઘણો જ વિવાદ થયો હતો. ઘણા બધા લોકોએ રંગોલીના પક્ષમાં અવાજ ઉઠાવ્યો હતો. લોકોનું કહેવુ હતું કે રંગોલીને પણ પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. એટલા માટે ટ્વિટરે તેમની સામે આવુ પગલુ નહોતુ ભરવું જોઈતું. સિંગર સોના મહાપાત્રાએ પણ રંગોલીના પક્ષમાં ટ્વિટ કર્યું હતું. જો કે ઘણા લોકોએ તેના વિરોધમાં પણ અવાજ ઉઠાવ્યો હતો.તે બધાનુ માનવું હતું કે રંગોલી ટ્વીટ દ્વારા લોકોને ભડકાવી રહી છે.
READ ALSO
- ચાંદખેડામાં પ્રેમ-પ્રકરણમાં યુવતીના કાકા સહિત ત્રણ શખ્સોએ યુવાનનું કર્યું અપહરણ, નગ્ન કરીને ઢોર માર માર્યા બાદ છોડી મૂક્યો
- AHMEDABAD / બસમાં બાજુમાં બેઠેલા યુવકે નશાયુક્ત બિસ્કિટ ખવડાવી બેભાન કર્યા, સાડા ત્રણ લાખ લૂંટી લીધા
- રાજસ્થાનમાં કોંગ્રેસ કેમ હારી? જાણો મંથન બેઠકમાં શું બોલ્યા અશોક ગેહલોત અને રાહુલ ગાંધી
- INDIA ગઠબંધન આગામી 7-8 દિવસોમાં કરશે બેઠક, સીટ શેરિંગ સહિત આ મુદ્દાઓ પર થશે મંથન
- ઈલેક્ટ્રિક સ્કૂટરમાં બેટરીનું આયુષ્ય કેટલું છે, ખરાબ થાય તે પહેલા મળે છે આ સંકેતો