બોલીવુડના જાણીતા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની સાથે પોલીસે કેસ દાખલ કર્યો છે. નવાઝુદ્દીનની માતાએ જ તેની સામે બળજબરીથી ઘરમાં ઘૂસવા અને હુમલાનો આરોપ કર્યો હતો, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

અભિનેતા નવાઝુદ્દીનની પત્ની વિરુદ્ધ રવિવારે એફઆઇઆર નોંધવામાં આવી હતી. ફરિયાદી મેહરુનિસા સિદ્દીકીએ આરોપ કર્યો હતો કે ઝૈનબ બળજબરીથી તેના ઘરમાં ઘૂસી ગઇ હતી. દલીલ કર્યા પછી તેના પર હુમલો કર્યો હતો આ કેસમાં ઝૈનબની પૂછપરછ કરવામાં આવી છે, એમ પોલીસ ઓફિસરે કહ્યું હતું. પોલીસે કલમ ૪૫૨, ૩૨૩ અને અન્ય કલમ હેઠળ ઝૈનબ સિદ્દીકી સામે કેસ નોંધ્યો છે. આ પ્રકરણમાં હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અભિનેતા, તેની પત્ની, માતા વચ્ચે પ્રોપર્ટીના વિવાદને લીધે કદાચ આ ઘટના બની હશે.
નવાઝુદ્દીન અને ઝૈનબના વર્ષ ૨૦૧૦માં લગ્ન થયા હતા. વર્ષ ૨૦૨૦માં બંને વચ્ચે વિવાદ થતા તેમણે છૂટા પડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ સંતાન માટે બંનેએ ફરી એક સાથે રહેવાનો નિર્ણય લીધો હતો. થોડા સમય અગાઉ નવાઝુદ્દીને જણાવ્યું હતું કે મને સકારાત્મક રહેવાની જરૃર છે. ઝૈનબ મારા પુત્રની માતા છે હું હેમેશા તેની સાથે છું.
READ ALSO
- ગુજરાતમાં 1 ફેબ્રુઆરીથી શરૂ થશે રાહુલ ગાંધીની હાથ સે હાથ જોડો યાત્રા, 6 લાખ ગામડાઓમાં જશે
- જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ
- દેશમાં રાજકીય ઈરાદાથી પ્રેરિત હત્યાનો સિલસિલો કાયમ, હત્યારા પકડાયા બાદ પણ હત્યા પાછળનું કાયમ રહ્યું ગૂઢ રહસ્ય
- ભારતનો ભાગીદાર/ ભારત-નેધરલેન્ડ સાથે મિત્રતા મજબૂત થઇ, મહત્વની કડી બની આર્થિક સંબંધો!
- મૂડ બૂસ્ટર્સ / હંમેશા રહે છે ખરાબ મૂડ? આ સરળ ટિપ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે