GSTV
Gujarat Government Advertisement

VIDEO : ચોરીના ગુનાની શંકા રાખી પોલીસે યુવાનને માર્યો ઢોર માર, પણ પછી જે કહ્યું તે સાંભળવા જેવું છે

Last Updated on November 30, 2019 by

સુરત શહેર પોલીસ આરોપી કે નિર્દોષ કોઇને પણ એક વખત તેમની ઝપટમાં આવે એટલે કાંઇ પણ વિચાર કર્યા વગર અમાનુષી અત્યાચાર ગુજારવામાં પાછું ફરીને જોતી નથી. આવી જ કઈક ઘટના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં બની છે. ડીંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના એક ગુનામાં શકમંદ તરીકે ઝડપાયેલી યુવતીએ ડીંડોલી ગોડાદરા ખાતે આવેલી વરદાન રેસીડન્સીમાં રહેતા બોબી ક્રિષ્ના યાદવને ચોરીના રૂપિયા આપ્યા હોવાનું જણાવ્યું હતું.

જેથી પોલીસ વરદાન રેસીડન્સી ખાતે તપાસ અર્થે ગઇ હતી.અને બોબી યાદવને પોલીસે ઢોર માર માર્યો હતો. આ મામલે યુવાનના પિતા દ્વારા કોર્ટમાં દાદ મંગાયા બાદ ડીંડોલી પોલીસે નીચા નમી યુવાનને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી પીડિત યુવાનને સારવાર માટે કોર્ટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલતા ડીંડોલી પોલીસની નિર્દય હરકતો બહાર આવી છે અને હવે પોલીસ કોર્ટ કાર્યવાહીની ભીંસમાં આવે એવી સંભાવના છે. પોલીસે બોબી યાદવને કોર્ટમાં કંઈ પણ ન બોલવાની ધમકી આપી હતી. જોકે બોબીએ કોર્ટમાં સમગ્ર ઘટના જણાવી હતી. જેથી પોલીસ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ગુજરાત મોડલ: રાજ્યમાં 2.35 લાખ મકાનો રહેવાલાયક નથી, જર્જરીત આવાસમાં દેશમાં આટલા નંબરે આપણું ગુજરાત

Pravin Makwana

ભાજપના કાર્યકરોમાં મોટી મૂંઝવણ: કોરોનાકાળમાં લોકોની મદદ કરવા ટાણે ઘરમાં છૂપાઈ બેઠા, ક્યા મોઢે લોકોની પાસે મત માગવા જવું

Pravin Makwana

ગુજરાત સરકારની મોટી જાહેરાત: 18 શહેર કર્યા કર્ફ્યુમુક્ત, ધાર્મિક પ્રસંગમાં 200 અને લગ્નમાં 100 જણાંની આપી છૂટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!