GSTV
India News Trending

પોલીસ પર આરોપ, માસ્ક નહોતુ પહેર્યું તો પહેલા CRPF જવાનને માર્યો, કપડા ફાડ્યા અને બાદમાં જેલમાં નાખ્યો

સોશ્યલ મીડિયા પર આજકાલ એક તસવીર વાયરલ થઈ રહી છે. તે પ્રમાણે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) નો સૈનિક પોલીસ સ્ટેશનની બહાર બેઠો છે અને તેના હાથમાં હાથકડી છે. લોકોએ આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી વખતે નારાજગી વ્યક્ત કરી છે. લોકો પૂછે છે કે દેશની સેવા કરતા સીઆરપીએફ જવાન સાથે આવું કેમ કરવામાં આવી રહ્યું છે.

આખો મામલો શું છે?

આ ઘટના 23 એપ્રિલની છે. કર્ણાટકના બેલાગવી જિલ્લાના ચિક્કોડી તાલુકામાં સીઆરપીએફના કોબ્રા કમાન્ડો સચિન સુનિલ સાવંત તેના ઘરની બહાર બાઇક ધોતા હતા. તે જ સમયે, સચિનની માસ્ક ન પહેરવા બદલ સ્થાનિક પોલીસ સાથે બોલાચાલી થઈ. આરોપ છે કે તેણે પોલીસને કહ્યું કે તે કમાન્ડો છે. તેમ છતાં તેને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. તેના કપડા ફાડી નાખવામાં આવ્યા. હાથકડી પણ પહેરાવી અને પછી જેલમાં ધકેલી દેવામાં આવ્યો.

પોલીસનો આરોપ

આ અંગે પોલીસનું કહેવું છે કે તેણે પહેલા કોન્સ્ટેબલનો કોલર પકડ્યો હતો. આ પછી, બંને વચ્ચે બોલાચાલી વધી. પોલીસનું કહેવું છે કે જવાનને ખૂબ જ આક્રમક હોવાથી તેને સાંકળોમાં બાંધી રાખવો પડ્યો હતો. જવાન પર પોલીસને માર મારવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

પાસના આદેશ આપવામાં આવ્યા

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પૂછપરછ દરમિયાન જવાન સાવંતે પોલીસને માર મારવા દિલગીરી વ્યક્ત કરી હતી. પોલીસનો આરોપ છે કે જવાને તેની પત્ની સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં તેણે પોલીસ પર ગુસ્સે ઉતાર્યો હતો. દરમિયાન સીઆરપીએફનું કહેવું છે કે આ ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

ગુરુ બૃહસ્પતિ અને શુક્ર દેવે સમસપ્તક રાજયોગ બનાવ્યો, આ 4 રાશિના લોકોને આકસ્મિક ધનલાભની સાથે ભાગ્યોદયના પ્રબળ યોગ

Kaushal Pancholi

આવી ગઈ છે હવામાં જ મચ્છરોનો ખાતમો કરતી તોપ! વિશ્વાસ ના હોય તો જોઈ લો VIDEO

Moshin Tunvar

અંજુ 6 મહિના બાદ ભારત કેમ પરત આવી, પાકિસ્તાની પતિ નસરુલ્લાએ કર્યો મોટો ખુલાસો 

Rajat Sultan
GSTV