GSTV

પોલીસે કારનાં દસ્તાવેજો માગ્યાં, જવાબમાં ભાજપના ધારાસભ્યના પુત્રએ માર્યો લાફો

Last Updated on April 9, 2019 by

જેમણે શક્તિમાન સીરિયલ જોઈ છે, તેમણે એક એક વસ્તુ યાદ રાખી હશે. તેમાં ગંગાધર આંગળીઓને ઉપર ફેરવે છે, પછી થોડી સેકન્ડમાં તે શક્તિમાન બને છે. તે પછી તેમને જે શક્તિ મળે છે, તે આખું વિશ્વ જાણે છે. જેને તે મુશ્કેલ સમયમાં ઉપયોગ કરતા હતા.જે વિશ્વને બચાવવા માટે વપરાય છે. ત્યારે આજની તારીખમાં ધારાસભ્ય બન્યા પછી આ શક્તિમાન વાળી શક્તિ મળે છે, અને તેમની સાથે જોડાયેલા લોગ ધારાસભ્ય કરતા પણ વધારે પાવરફુલ બની જાય છે. તેમને આ વાત થોડી કટાક્ષવાળી લાગશે. પંરતુ આ વાત એક કડવું સત્ય છે.

વાત છે યુપીની ઝાંસી વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય જવાહરલાલ રાજપૂતની….જવાહરલાલ રાજપૂત ઝાંસીના ગરોઠાથી ધારાસભ્ય છે. તેમનો પુત્ર રાહુલ રાજપુત છે. અત્યારે સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે, અને આચાર સંહિતા લાગૂ થઈ છે. પરંતુ ધારાસભ્યનો પુત્ર નંબર પ્લેટ વગરની કાર ડ્રાઇવ કરી રહ્યો હતો. મળતી માહીતી મુજબ પોલીસે તેમને અટકાવીને કારનાં દસ્તાવેજો માગ્યા હતા. ત્યારે ધારાસભ્યનાં નબીરા પુત્રએ પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો અને પોલિસને ગાળો ભાંડી, અને હદતો ત્યારે થઈ કે સત્તાનાં નશામાં ચકચૂર ધારાસભ્યનાં પુત્રએ એક પોલીસ અધિકારીને સણસણતો થપ્પડ મારી દીધો હતો.

પોલીસે ફક્ત કારનાં પેપર માટે પૂછ્યું અને કારની નંબર પ્લેટ પર નંબર કેમ નથી લગાવ્યો. પરંતુ રાહુલ રાજપુતે દસ્તાવેજો બતાવવાને બદલે પોલીસને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. સમગ્ર ઘટના સોશ્યલ મીડીયામાં વાયરલ થઇ છે, જેમાં ધારાસભ્યનો પુત્ર રાહુલ રાજપુત પોલીસને બેફામ અપશબ્દો બોલી રહ્યા છે, ધારાસભ્યનો પુત્ર રાહુલ રાજપૂત વિડીયોમાં એટલી ગંદી ગાળો,અપશબ્દો બોલે છે, કે તેની કોઈ સીમા નથી. આ વિડીયો અમે તમને નથી બતાવી શકતા.જ્યારે ઘણી લાંબી દલીલ પછી પોલીસ ધારાસભ્યના પુત્રને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.

જ્યારે આ બાબતની જાણ ધારાસભ્યને થઇ તો, તેઓ પોતોના સમગ્ર લાવ-લશ્કર સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યારે તેમના સમર્થકોએ પોતાના ધારાસભ્યનાં સમર્થનમાં સૂત્રોચાર કર્યા હતા. લાંબા સમય સુધી સૂત્રોચ્ચાર ચાલતા આ મામલાને શાંત કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસએસપી સ્થળે પહોંચ્યા હતા. જો કે પોલીસ અધિકારીને તમાચો મારવાની ઘટનામાં હાલ તો ધારાસભ્યનાં પુત્ર સામે કેસ નોંધવામાં આવ્યો છે. ઉપરાંત ધારાસભ્યના અમુક સમર્થકો સામે પણ કેસ નોંધાયા છે. ત્યારે ‘મારા પપ્પા ધારાસભ્ય છે’ એમ કહેવું ધારાસભ્યના પુત્રને મોંઘુ પડી ગયુ હતુ.

READ ALSO

Related posts

BIG BREAKING: ટોક્યોમાં બજરંગ પુનિયાએ ઈરાનના પહેલવાને હરાવીને મુકાબલો જીત્યો, સેમીફાઈનલમાં ધમાકેદાર પ્રવેશ

pratik shah

મહામારીમાં ખાનગી સ્કૂલોએ FRC સમક્ષ ધરખમ ફી વધારાની માંગ કરી, 10થી 54 ટકાનો માંગ્યો વધારો! વાલીઓ રહેજો તૈયાર

pratik shah

જાતિવાદી કીડાઓની શરમજનક કરતૂત: ભારતીય ટીમની હાર માટે જાતિને જવાબદાર ઠેરવી, વંદનાના પરિવારને ગંદી ગાળો પણ આપી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!