GSTV

વાલીઓએ કરેલી હેબિયર્સ કોપર્સની અરજીને પગલે પોલીસ બાળકોને લઈને હાઈકોર્ટ પહોંચી

નિત્યાનંદ કેસમાં ગોંધી રખાયેલા બાળકોને લઈ પોલીસ હાઈકોર્ટ પહોંચી રહી છે. હાઈકોર્ટમાં વાલીઓએ કરેલી હેબિયર્સ કોર્પસની અરજી કરી હતી. હાઈકોર્ટમાં વધુ ચાર હેબિયર્સ કોપર્સની અરજી થઈ હતી. વાળીઓનો બાળકો પોલીસે ગોંધી રાખ્યા હોવાનો અરજીમાં રજૂઆત કરી હતી.  વાલીઓને પોલીસ તેમના સંતાનોને મળવા પણ નથી દેતી તેવી પણ રજૂઆત કરી હતી. જે મામલે હાઈકોર્ટે બાળકો અને તપાસ અધિકારીને કોર્ટમાં હાજર કરવા આદેશ કર્યો.

નિત્યાનંદ આશ્રમમાંનો રહેતા સગીર બાળકો સાથે દુર્વ્યવહારની ફરિયાદો ઉઠતાં તેમના માતા-પિતા પોતાના સંતાનોને લઈ જઈ રહ્યા છે. આજે એક બાળકને તેના વાલી લઈ ગયા હતા. મંગળવારે બે બાળકોને વાલીઓ આશ્રમમાંથી લઈ ગયા. આમ વિવાદ બાદ જનાર્દન શર્માના બે બાળકો સહિત કુલ 9 બાળકોએ પોલીસ મંજૂરી સાથે આશ્રમ છોડ્યો. લગ્ન પ્રસંગમા હાજરી આપવાનુ કહી વાલી પોતાના સંતાનોને ખસેડી રહ્યા છે.

તો બીજી બાજુ આશ્રમમાં રહેતા બાળકોના વાલીઓએ હાઇકોર્ટમાં બીજી એક હેબિયસ કોર્પ્સની અરજી કરી. ચાર વાલીઓએ પોતાના બાળકોને પોલીસ મળવા નથી દેતી તેવો આક્ષેપ કર્યો. અગાઉ હાઈકોર્ટના જસ્ટિસ એસ.એચ વોરાની કોર્ટમાં આ મુદ્દા સાથે સંકળાયેલી પિટિશનમાં માતા-પિતાએ  તેમના બાળકોને આશ્રમમાં રાખવા કે કેમ એ મુદ્દો સ્વૈચ્છિક હોવાની પોલીસે સ્પષ્ટતા કરી હતી. હાલ આશ્રમમાં 30 બાળકો રહેતા હોવાનું સામે આવ્યું છે.

READ ALSO

Related posts

90 હજાર પોલીસકર્મીઓનું થયું હેલ્થ ચેકઅપ, શું ગુજરાતના પોલીસતંત્રમાં ઘૂસ્યો Corona વાયરસ?

Arohi

લોકડાઉન વચ્ચે માસૂમ 4 વર્ષની બાળકી પર બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

Pravin Makwana

સુરતમાં કોરોના કરતાં તો વધારે આ રોગના દરદીઓ મોતને ભેટ્યા, આંકડો છે 51

Mayur
Do NOT follow this link or you will be banned from the site!