GSTV

સુરતમાં દુબઇથી આવેલા દાણચોરીના સોના સાથે બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

Last Updated on October 22, 2019 by Arohi

સુરતમાં દુબઇથી લાવવામાં આવેલા દાણચોરીના સોના સાથે બે આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે. આરોપી સલમાન ઇબ્રાહિમ પટેલ અને શોએબ ઝકરિયા પટેલની ધરપકડ કરવામાં આવી છે. દિવાળીનો તહેવાર નજીકમાં હોવાથી સુરક્ષાના ભાગરૂપે વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન આરોપીની પુછપરછ હાથ ધરવામા આવતા છીકણી કલરના પદાર્થમાંથી 685ગ્રામ સોનુ મળી આવ્યું છે.

આ રીતે લાવવામાં આવ્યું સોનું

આરોપી શોએબ ઝાકરીયા પટેલની પૂછપરછ કરતા સોનુ પંદર દિવસ અગાઉ તેનો ભાઈ સાજિદ ઝાકીર પટેલ દુબઇથી ફ્લાઇટ મારફતે અમદાવાદ લાવ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે સોનુ સુરતના મક્કાઇપુલ ખાતે લાવવામાં આવ્યું હતું.

આ રીતે ઝડપાયું

સોનુ ભરૂચના જંબુસર ખાતે રહેતા અફઝલ નામના ઇસમને પહોંચાડવાનું હતું. તે દરમિયાન સોનુ ઝડપાઇ ગયું હતું. પોલીસે 27 લાખથી વધુનું સોનુ જપ્ત કરી તપાસ શરૂ કરી છે

Read Also

Related posts

મ્યુનિ. કોર્પોરેશનનું અણધડ આયોજન, કોટ વિસ્તારમાં AMTSના અનેક પીકઅપ સ્ટેન્ડ ગાયબ થઈ ગયા!

Harshad Patel

આત્મનિર્ભરતા / સરકારી અધિકારીઓ ફીફા ખાંડતા રહ્યા, ખેડૂતોએ પાંચ લાખ ખર્ચીને બે કિલોમીટરનો રસ્તો જાતે તૈયાર કર્યો

pratik shah

બીજા ડોઝની સમયમર્યાદા જતી રહે તો કોનો વાંક? મહાનગર અમદાવાદમાં રસીકરણની કામગીરી ખાડે ગઈ, ટોકન લેવા માટે સવારે પાંચ વાગ્યાથી લાઈનો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!