પેપરગેટ : પોલીસે અત્યાર સુધીમાં 8 લોકોની કરી ધરપકડ, મોટી માછલીઓ પણ ફસાઇ

પેપરલીક કાંડમાં એક પછી એક માછલીઓ જાણે પકડાઇ રહી હોય તેમ વધુ 4 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાંથી બનાસકાંઠાના બે શખ્સોને ગાંધીનગર સેક્ટર 7ની ટીમ તપાસ અર્થે ઉઠાવીને લઇ ગઇ છે. જેમાં વડગામના મેજરપુરાના 2 શખ્સો ભરત ચૌધરી અને સંદિપ ચૌધરીને ઝડપી પાડવામાં આવ્યા છે.

ભરત ચૌધરી એ મુકેશ ચૌધરીનો ભાઇ છે. અને ભરત ચૌધરી બનાસ ડેરીમાં નોકરી કરે છે. જ્યારે સંદિપ ચૌધરી મેઘાણ ગામનો રહેવાસી છે. તો અન્ય બે શખ્સોમાં જયેન્દ્ર રાવલ અને નવાભાઇ વાઘડીયાને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. નોંધનીય છેકે પેપરલીંક કાંડમાં અત્યારસુધીમાં કુલ 8 લોકોને ઝડપી પાડવામા આવ્યા છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter