GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

ઉત્તરપ્રેદશમાં છેલ્લા 24 કલાકથી પોલીસ અને બદમાશો વચ્ચે મુઠભેડ ચાલી રહી હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે આ વચ્ચે પ્રયાગરાજમાં પોલીસે એકના ઈનામી બદમાશ અશરફની ધરપકડ કરી છે.

બસપાના ધારાસભ્યની હત્યા મામલે થઈ રહી છે પુછપરછ

ઉત્તર પ્રદેશના બાહુબલી અતીક અહમદને ભાઈને ગુરૂવારે પોલીસે ધરપકડ કરી છે. ખાલીદ અજીમ ઉર્ફ અશરફને પ્રયાગરાજ પોલીસે ધરપકડ કરી લીધી છે. અશરફની પૂર્વ એમપી અને બસપાના ધારાસભ્ય રાજુ પાલની હત્યાના મામલામાં ધરપકડ કરી છે. અશરફ ઉપર એક લાખ રૂપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. જાણકારી પ્રમાણે, પોલીસ રેકોર્ડમાં અશરફ ઉપર કુલ 30 કેસ નોંધાયા છે. કૈંટ પોલીસ ચોકીમાં અશરફની પોલીસ પૂછપરછ કરી રહી છે. સીબીઆઈએ બસપાના ધારાસભ્ય રાજુ પાલની હત્યાના મામલે પૂર્વ સાંસદ અતિક અહેમદ અને તેના નાના ભાઈ, પૂર્વ ધારાસભ્ય અશરફ ઉર્ફ ખાલીદ અજીમ સહિત 10 લોકો સામે એફઆઈઆર દાખલ કરી છે ત્યારથી અશરફ ફરાર થઈ ગયો છે.

મુખ્યમંત્રીએ કડક કાર્યવાહીના કર્યા આદેશ

માત્ર પ્રયાગરાજ જ નહીં પરંતુ ઉત્તરપ્રદેશમાં વિતેલી રાત્રે જે કોઈ અન્ય જિલ્લામાં પોલીસ અને આરોપીઓ વચ્ચે એન્કાઉન્ટર થયા છે. તેમાં કેટલાક એન્કાઉન્ટરમાં પોલીસને સફળતા મળી છે. તેમાંથી એક કાનપુરમાં એક હિસ્ટ્રીશીટરને જ્યારે પોલીસ પકડવા પહોંચી તો મુઠભેડ થઈ ગઈ, આ એન્કાઉન્ટરમાં 8 પોલીસકર્મી શહીદ થઈ ગયા છે. આ ઘટનાબાદ પ્રશાસન હલી ગયું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે કડક બનીને કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે.

Related posts

LICની આ પોલીસીમાં રોકાણ કરી મહિને એક સાથે લઈ શકશો 4 લાખ રૂપિયાનું પેન્શન

Pravin Makwana

અમેરિકાનો માસ્ટરસ્ટ્રોક : ચીન, ઈરાન અને પાકિસ્તાનને લાગશે ઝટકો, ઈઝરાયેલ મેદાનમાં આવ્યું

Mansi Patel

અમેરિકાએ નાગરિકોને પાકિસ્તાન જવાની કરી મનાઈ : આ છે 3 મોટા કારણો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!