કમલેશ તિવારી હત્યાકેસની ગુત્થીને પોલીસે 24 કલાકની અંદર ઉકેલી લેતા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે કમલેશ તિવારીની ગોળી અને બાદમાં ચાકુના 13 જેટલા ઘા મારી કરણપીણ કરનારા હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. જે પછી હત્યા કેસનું પગેરૂ સુરતમાંથી નીકળતા પોલીસે CCTVના આધારે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા.
DGPએ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું ?
ઉત્તર પ્રદેશના ડીજીપીએ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી કે, ઘટના સ્થળેથી મીઠાઈનું બોક્સ મળી આવ્યું હતું. મીઠાઈ બોક્સના આધારે જ ગુજરાત કનેક્શન હોવાનું સામે આવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, ત્રણેય આરોપીઓ ભગવા રંગના કપડાં પહેરીને આવ્યા હતા. જેમાં રશિદ પઠાણ હત્યાનો મુખ્ય સુત્રધાર હતો. રશિદ પઠાણ કોમ્યુટરનો જાણકાર હોવા ઉપરાંત દરજીનું પણ કામ કરે છે. આ સિવાય પોલીસે બિજનૌરથી પણ બે વ્યક્તિઓની અટકાયત કરી છે. કમલેશ તિવારી મર્ડર કેસમાં કોઈ આતંકીનું ષડયંત્ર હોવાના સવાલનો જવાબ પૂછતા કહ્યું હતું કે, આરોપીઓનો આતંકી સંગઠન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. કમલેશ તિવારીના નિવેદનથી નારાજ હોવાના કારણે 2015ના ભડકાઉ ભાષણને ધ્યાનમાં રાખી રાજકીય અદાવતમાં હત્યા કરી હોવાની સામે આવ્યું છે.


સુરત પોલીસ દ્રારા ત્રણની કરવામાં આવી હતી અટકાયત
સુરત પોલીસે કમલેશ તિવારીની હત્યા મામલે ત્રણ શખ્સની અટકાયત કરી છે. પોલીસ પકડમાં આવેલા શખ્સમાં રશીદ પઠાણ, ફૈજાન પઠાણ અને મોહસિન શેખનો સમાવેશ થાય છે. પોલીસને મળેલા સીસીટીવીમાં બે શખ્સ અને એક યુવતી જોવા છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ પણ શરૂ કરી હતી. પોલીસે સુરતથી આ કેસ મામલે કેટલાક શખ્સોને અટકમાં લીધા છે. જ્યારે બિજનોરથી મૌલાના અનવારૂલ હક સહિત બેની અટક કરવામાં આવી છે. મૌલાના અનવારૂલ હકે 2015માં કમલેશ તિવારીની હત્યા માટે 51 લાખનું ઈનામ જાહેર કર્યુ હતુ.

પોસમોર્ટમ રિપોર્ટમાં 13 ચપ્પુના ઘા માર્યા હોવાનો ખુલાસો
લખનઉમાં હિંદુ મહાસભાના પૂર્વ અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા બાદ સીતાપુરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. કમલેશ તિવારીના પોસ્ટર મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, તેને 13 જેટલા ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. કમલેશ તિવારીના મૃતદેહને તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો. કમલેશ તિવારીના પત્નીની માગ છે કે, જ્યાં સુધી સીએમ યોગી આદિત્યનાથ નહીં આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં નહીં આવે. આ ઉપરાંત પરિવારના બે સભ્યને સરકારી નોકરી આપવામાં આવે. અમારી માગને માનવામાં નહી આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ આપી છે. કમલેશ તિવારીની હત્યા બાદ સીતાપુરમાં તણાવની સ્થિતિ છે. કમલેશ તિવારીના મોત બાદ સીએમ યોગી આદિત્યનાથે રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી પાસે રિપોર્ટ પણ માગ્યો છે.

શુક્રવારે કરાઈ હતી હત્યા
શુક્રવારે કેટલાક અજાણ્યા શખ્સો કમલેશ તિવારીને ચાકુ અને ગોળીમારી ફરાર થયા હતા. ગોળીબારમાં ઘાયલ થયેલા કમલેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે. હોસ્પિટલમાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. હત્યાની ઘટના બાદ પોલીસે ઘટના સ્થળેથી એક રિવોલ્વર જપ્ત કરી છે. પોલીસનું કહેવુ છે કે, હત્યાની ઘટનાને અંજામ આપવામાં કોઈ જાણભેદુ છે. મળતી માહિતી પ્રમાણે કમલેશ તિવારીની હત્યા ખુર્શીદ બાગ વિસ્તારમાં કરવામાં આવી.
READ ALSO
- દિલ્હી: EDનું મોટું એક્શન, હવાલા કારોબારમાં સંડોવાયેલ 2 ચીની નાગરિકોની કરી ધરપકડ
- કેવડિયા/ નવા રેલ્વે સ્ટેશનનું થશે લોકાર્પણ, સીએમ રૂપાણી સહિત રાજ્યપાલ છે ઉપસ્થિત
- લેસ્બિયન અફેર : ભાડાના મકાનમાં સાથે રહેતા હતા એક છોકરો અને એક છોકરી, આ રીતે ખુલ્યું રહસ્યય
- ઘરના ઘરનું થશે સોનેરી સપનું સાકાર…. આપના વિસ્તારમાં આપના બજેટમાં
- AMCના અધિકારીઓ સ્થાવર- જંગમ મિલકતો જાહેર કરવામાં કરી રહ્યા છે ગલ્લા તલ્લા!, જાણો શું છે કારણ