સમય હતો દસ વાગ્યા સુધીનો, કેટલાક દસ પછી જ ફટાકડા ફોડવા મેદાનમાં ઉતર્યા અને જુઓ શું થયું ?

દિવાળીના કારણે દિલ્હીની હાલત ખરાબ થઇ ગઇ છે. ઓલરેડી દિલ્હીનેપ્રદૂષણે મારી નાખ્યું છે અને હવે વારો લોકોના મરવાનો છે. સુપ્રીમે ખૂબ આજીજીપૂર્વક કહેલું કે દસ વાગ્યા પછી ફટાકડા ન ફોડવા, પણ કેટલાક લોકોએ દસ પછી જ ફટાકડા ફોડવાના શરૂ કર્યા અને સવાર સુધી ચાલુ પણ રાખ્યા.

આ સમયે દિલ્હી પોલીસના પીઆરઓ મધુર વર્માએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દિલ્હીના લોકોને 8થી 10વાગ્યા સુધી ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવી હતી. પણ ઉલ્લંઘન થયું જેના કારણે 562એફઆઇઆર દાખલ થઇ છે. પોલીસે જણાવ્યું કે નિયમ તોડવાના કારણે 323 લોકોની ધરપકડકરવામાં આવી છે.

જ્યાં દિલ્હીની ખસ્તા હાલત જોતા, સરકારના લોક નિર્માણ વિભાગે ગૂરૂવારે ઘણા વિસ્તારોમાં પાણી છોડવાનું અભિયાન ચલાવવું પડ્યું. જેથી ધૂળના ઉડતા કણોને રોકી શકાય.

એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આઇટીઓ, રોહિણી, દ્વારકા, રિંગ રોડ અને રાષ્ટ્રીયરાજધાનીના બીજા વિસ્તારોમાં પાણી છાંટ્યું. તેમણે કહ્યું કે, થોડા સમય સુધી પાણીનોછંટકાવ ચાલુ રખાશે. જેથી પ્રદુષણ અને ધૂળની માત્રામાંઘટાડો થતો રહે. 

ફટાકડા ફોડવાના કારણે દિલ્હીમાં ચારેબાજુ ધુળ ઉડી રહે છે. શ્વાસલેવામાં તકલીફ પડી રહી છે. પ્રદુષણનું સ્તર વધી ગયું છે. સુપ્રીમ કોર્ટે માત્રહરિત ફટાકડા ફોડવાની અનુમતિ આપી હતી, પણ લોકોએ માન્યું નહીં. કેટલાક લોકો તો રાતનાદસ વાગ્યા પછી જ ફટાકડા ફોડવા મેદાનમાં ઉતર્યા અને સવાર સુધી જ્યારે બીજા ગ્રહમાં ફટાકડા ફોડતા હોય તે મુજબ અગ્નિવર્ષા કરી. 

કોર્ટ જેવું કંઇ છે જ નહીં તેમ માની દિલ્હીના લોકોએ કોર્ટની આજ્ઞાનું જ ઉલ્લંઘન કરવામાં કંઇ બાકી ન રાખ્યું.

જોકે દિલ્હી પોલીસે પણલોકોની ધરપકડ કરવામાં કંઇ બાકી નથી રાખ્યું. નોર્થ વેસ્ટમાં 57 કેસ દાખલ થયા છે.દ્રારકા એરિયામાં 42 કેસ દાખલ થયા છે. સાઉથ દિલ્હીમાં 23 કેસ દાખલ થયા. નોર્થદિલ્હીમાં 14 કેસ ફાઇલ થયા. ત્યારે આજે બેસતા વર્ષના દિવસે હવે કેટલા ફટાકડા ફુટે છે તેનાપર દિલ્હીના જીવનનો આધાર રહેશે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter