GSTV

વડોદરા : નરાધમ જશા અને કિશને અંધારાનો લાભ લઈ આ રીતે કાળાકામને આપ્યો હતો અંજામ

સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર રહેલા વડોદરાના સગીરા પર સામુહિક દુષ્કર્મ કેસ આખરે ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દુષ્ક્રર્મ કેસના બે નરાધમોને વડોદરાના તરસાલીથી ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા બે શખ્સોમાં એકનું નામ કિશન માથાસુરીયા છે. જે 28 વર્ષનો છે. અને બીજો શખ્સ જશો નવરાજ સોલંકી છે. 21 વર્ષનો આ આરોપી તરસાલી ચોકડી પાસે જ કાચા છાપરામાં જ રહે છે. હવે ક્રાઈમ બ્રાન્ચ બંને આરોપીઓની પૂછપરછ માટે વડોદરા પોલીસને સોંપી રહી છે.

કોણ છે નરાધમો ?

દુષ્કર્મ કેસના બે આરોપીઓમાંથી કિશન માથાસુરીયા મૂળ આણંદનો રહેવાસી છે. જયારે જસો સોલંકી મૂળ રાજકોટના જસદણનો આરોપી છે. ઝડાપાયેલા શખ્સો નાનુ મોટુકામકાજ કરીને ફુગ્ગાઓ વેચીને ગુજરાન ચલાવતા હતા. અને તેઓ ભુતકાળમાં પણ મારામારી, ઘરફોડ ચોરીના ગુનામાં કરી ચુક્યા છે.

કેવી રીતે સમગ્ર ઘટનાને આપ્યો અંજામ ?

28 નવેમ્બરે નવલખી મેદાનમાં ફરવા ગયેલા યુગલ પાસે આ શખ્સો આવ્યા હતા. અને પીડિતા સાથે રહેલા યુવકને ભગાડી દઈને સગીરાને બળજવબીથી અવાવરુ જગ્યાએ લગઈ ગયા હતા.અને સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઘટનાને લઈને વડોદરા પોલીસ તપાસ ચલાવી રહી હતી. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં જઈને પણ તપાસ કરી હતી.બીજીતરફ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને અધિકારીઓ પણ રાત દિવસ તપાસમાં લાગ્યા હતા.. આખરે સીસીટીવી, તૈયાર કરાયેલા સ્કેચ, ટેકનીકલ પુરાવા, ઘટનાસ્થળની આસપાસ રહેતા લોકની પૂછપરછની મદદથી આરોપીઓને તરસાલી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આવ્યા મોટા સમાચાર, આ તારીખે યોજાઈ શકે છે ચૂંટણી

Nilesh Jethva

IPL 2020: કેએલ રાહુલનો સ્કોર પણ પાર ન કરી શકી વિરાટ સેના, પાણીમાં બેસી જતાં 97 રને થઈ ભૂંડી હાર

Pravin Makwana

કોરોનાકાળમાં કરેલી સેવા આ તબિબોને ફળી, રાજ્ય સરકારે આપી આ મોટી ભેટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!