GSTV
Home » News » ચકચારી બળાત્કાર કેસ : નવમા દિવસે પોલીસને મળી મોટી સફળતા, રાજસ્થાનથી બે શકમંદની અટકાયત

ચકચારી બળાત્કાર કેસ : નવમા દિવસે પોલીસને મળી મોટી સફળતા, રાજસ્થાનથી બે શકમંદની અટકાયત

વડોદરામાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનાના આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ ચાલુ છે. ત્યારે જાહેર કરાયેલા સ્કેચના આધારે વડોદરા પોલીસે બે શકમંદની ધરપકડ કરી હોવાનુ સુત્રો કહી રહ્યા છે. સગીરા પર સામુહિક દુષ્કર્મના કેસને ઉકેલવા માટે ગુજરાત એટીએસની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. આ દુષ્કર્મ કેસ મામલે પોલીસે હજારો લોકોની પુછપરછ કર્યાં બાદ આ બે આરોપીઓને રાજસ્થાનથી ઝડપી પાડ્યા હતા.

ગત ગુરુવારે શહેરના નવલખી મેદાનમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મનો બનાવ બન્યો હતો. સગીરા પોતાના મિત્ર સાથે બેઠી હતી. તે દરમિયાન ઝાડીમાંથી બે યુવાનો તેની પાસે આવીને બંને યુવાનોએ સગીરાના મિત્ર સાથે મારામારી કરી અને સગીરાનું મોઢું દબાવી ઝાડીમાં લઈ ગયા હતા.

જ્યાં બન્ને નરાધમોએ સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન નવલખી મેદાનમાં પેટ્રોલીંગ કરી રહેલી પોલીસની પીસીઆર વાનને કોઇ યુવતીની બૂમો સંભળાઇ હતી. પીસીઆર વાન ચાલકોએ સ્થાનિક લોકોની સાથે સગીરાની શોધખોળ કરી હતી. તે દરમિયાન સગીરા ઝાડીઓની વચ્ચેથી મળી આવી હતી. પોલીસ સગીરાને મેડિકલ તપાસ માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જોકે આરોપીઓ ફરાર થયા હતા.

  • વડોદરામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ નો મામલો
  • વડોદરા પોલીસ એ રાજસ્થાનથી શકમંદ બે લોકોની કરી અટકાયત
  • દુષ્કર્મનો ગુનો ઉકેલાય તેવી આશંકા
  • પોલીસ બને શકમંદોની કરી રહી છે આકરી પૂછપરછ
  • નવ દિવસ બાદ પણ ગુનો હજી નથી ઉકેલાયો
  • એ.ટી.એસની ટીમ પણ તપાસમાં જોડાઈ

READ ALSO

Related posts

હિંદુવાદી નેતા અમિત જાનીની જાહેરાત : શરઝીલ ઈમામનું માથું વાઢી લાવનારને એક કરોડ રૂપિયાનું ઈનામ

Mayur

બૅકલેસ સાટિન ગાઉનમાં પ્રિંયકાનો સામે આવ્યો સ્ટનિંગ લૂક, રેડ કાર્પેટ પર ફ્લોન્ટ કર્યુ કિલર ફિગર

Mansi Patel

ક્રિકેટર ડેવિડ વોર્નરે જરૂર છે એક બેટની, વિરાટ કોહલીએ જવાબ આપી કહ્યું….

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!