દિલ્હીની સરહદ પર છેલ્લા બે મહિના જેટલા સમયથી કૃષિ કાયદા સામે વિરોધ કરી રહેલા ખેડૂતોએ 26મી જાન્યુઆરીના દિવસે વિશાળ ટ્રેક્ટર પરેડ કાઢવાનું એલાન કર્યુ હતું. જો કે બાદમાં મામલો પોલીસની મંજૂરી વાંકે ગુંચવાયો હતો. દિલ્હી પોલીસે પહેલા ખેડૂતોને રાજધાની દિલ્હીમાં આ ટ્રેક્ટર પરેડ માટેની મંજૂરી નહોતી આપી. ત્યારે શનિવારે ખેડૂતો તેમજ દિલ્હી અને હરિયાણા પોલીસની બેઠક બાદ પ્રજાસત્તાક દિવસ ઉપર ખેડૂતોને ટ્રેક્ટર પરેડ કાઢવાની મંજૂરી આપવામાં આવી છે.
For tractor yatra, Sonipat Police has taken adequate measures. We have deployed sufficient manpower in sub-division levels, especially from Kundli-Manesar-Palwal (KMP) to Singhu border: Sonipat SP Jashandeep Singh Randhawa. #Haryana pic.twitter.com/SzO3UzqroC
— ANI (@ANI) January 23, 2021
ખેડૂતોએ કહ્યું કે તેઓ દિલ્હીમાં પ્રવેશ કરશે અને શાંતિપૂર્ણ રીતે રેલી યોજશે. આ પરેડનો રુટ આવતી કાલે નક્કી કરવામાં આવશે. શનિવારે ખેડૂત નેતાઓ અને પોલીસ અધિકારીઓના બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ સ્વારાજ ઇન્ડિયાના યોગેન્દ્ર યાદવે જણાવ્યું કે, 26 જાન્યુઆરીના દિવસે દેશનો ખેડૂત પહેલી વખત પ્રજાસત્તાક પરેડ કરશે. પોલીસ સાથેની પાંચ બેઠક બાદ તમામ વાતો નક્કી થઇ છે. તમામ બેરિકેડ ખોલવામાં આવશે, અમે દિલ્હીની અંદર પ્રેવશ પણ કરીશું. રુટ વિશે પણ લગભગ બધું નક્કી છે.
Farmers will take out 'Kisan Gantantra Parade' on January 26. Barricades will be opened and we will enter Delhi. We (farmers and Delhi Police) have reached an agreement on the route, final details are to be worked out tonight: Yogendra Yadav of Swaraj India pic.twitter.com/IswlyLB4vz
— ANI (@ANI) January 23, 2021
ખેડૂતોએ કહ્યું કે 26મી જાન્યુઆરીએ નિકળવનારી આ પરેડને આખી દુનિયા જોશે. આ પરેડના કારણે દેશની આન બાન અને શાન પર કોઇ આંચ નહીં આવે. પરેડની સમય મર્યાદા પણ હજુ નક્કી નથી. ખેડૂતોનું કહેવું છે કે પરેડ 24 કલાકથી લઇને 72 કલાક સુધી ચાલી શકે છે. સાથે જ ખેડૂતોએ અલગ અલગ પંચ રુટ પરથી પરેડ યોજવાની વાત કરી છે.
READ ALSO
- આઝમ ખાન સામે યોગી સરકારની કાર્યવાહી, લોકતંત્ર સેનાની તરીકે મળતું પેન્શન બંધ કરાયું
- નડ્ડાના બંગાળ પ્રવાસ પર કોલાહલ, ભાજપે કહ્યું પોલીસે રદ્દ કરી બૈરકપુર પરિવર્તન યાત્રા, હવે ખખડાવશે કોર્ટના દરવાજા
- ફ્લિપકાર્ટ તેના ગ્રુપમાં 25,000 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરશે, આ ત્રણ કંપનીઓ સાથે કરશે ભાગીદારી
- કામની વાત/ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ નહીં કરવા પર થશે અનેક ફાયદા, મળશે આટલુ ટકાનું ડિસ્કાઉન્ટ
- બગોદરા-વટામણ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત પાંચ ઘાયલ