GSTV

જાહેરનામુ/ ડ્રોન કેમેરા ઉડાડતા પહેલાં હવે ફરજિયાતપણે લેવી પડશે પોલીસની મંજૂરી, આ નિયમોનું પાલન નહીં કરો તો ભરાશો

ડ્રોન

Last Updated on July 31, 2021 by Bansari

રાજકોટમાં ડ્રોન ઉડાડવા માટે હવેથી કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. દરેક ડ્રોનના માલિકે પોલીસમાં ફરજીયાત નોંધણી કરાવવી પડશે. અઢીસો ગ્રામથી વધુ વજનના ડ્રોન ઉડાડવા માટે પોલીસની મંજુરી ફરજીયાત બનાવાઈ છે.તાજેતરમાં જમ્મુ-કશ્મીરમાં ડ્રોનથી ટેરર એટેક થયો હતો. એટલુ જ નહી લશ્કરી થાણાંઓ ઉપર વારંવાર ડ્રોન મોકલાતા હતા. જેને કારણે સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. આખરે ડીજીસીએ એટલે કે ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવીએશન દ્વારા ડ્રોન ઉડાડવા માટે કેટલાક નિયમો બનાવવા માટેની સુચના અપાઈ હતી. જેના પગલે આજે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું હતું.

ડ્રોન

250 ગ્રામ વજનનાં ડ્રોન ઉડાડવા માટે પરવાનગી લેવામાંથી મુકિત

જે મુજબ હવેથી શહેરમાં અઢીસો ગ્રામ અથવા તેનાથી ઓછા વજનના ડ્રોન તો પોલીસની મંજુરી વગર ઉડાડી શકાશે પરંતુ અઢીસો ગ્રામથી વધુ વજનના ડ્રોન ઉપરાંત યુએવી એટલે કે અનઆર્મ્ડ એરીયલ વ્હીકલ કે જેમાં રીમોર્ટ કંટ્રોલ સંચાલીત કેમેરા લગાડેલા ડ્રોન, એરીયલ મિસાઈલ, હેલીકોપ્ટર, રીમોર્ટ કંટ્રોલ સંચાલીત માઈક્રોલાઈટ એરક્રાફટ વગેરેનો સમાવેશ થાય છે, તેના ઉપરાંત પેરા ગ્લાઈડર ચલાવનાર સંચાલકે યુએવીનો ઉપયોગ કરતા પહેલા 24 કલાક અગાઉ જે વિસ્તારમાં ઉપયોગ કરવાનો છે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના થાણા ઈન્ચાર્જને જાણ કરવાની રહેશે.

એટલુ જ નહીં આ તમામ સાધનોની સંપૂર્ણ માહિતી જેવી કે તેના મોડલ નંબર, વજન, ક્ષમતા સાથેની વિગતો અંગે નજીકના પોલીસ મથકમાં નોંધણી કરાવવાની રહેશે. એરપોર્ટના ત્રણ કિ.મી.ના વિસ્તારમાં અને વાઈટલ ઈન્સ્ટોલેશન કે જેમાં આઈઓસીના ડેપો વગેરેનો સમાવેશ થાય છે, તેના 3 કિ.મી.ના વિસ્તારમાં યુએવી માટે નો ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડ્રોન કે યુએવી કોઈને ભાડે આપવામાં આવે તો તેની પણ ભાડે આપ્યાના 24 કલાક અગાઉ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે.

Read Also

Related posts

નેહા શર્માની બહેન આયેશા સાથે એરપોર્ટ પર એવું થયું કે તમે પણ શરમાશો, CISFના જવાનો પર લગાવ્યા ગંભીર આરોપ

Harshad Patel

બરોડા ડેરી વિવાદ / ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પાસે છે ખૂબ પૈસા, કેતન ઇનામદાર બાદ મધુ શ્રીવાસ્તવે લગાવ્યા ગંભીર આક્ષેપ

Dhruv Brahmbhatt

સાવધાન/ શું તમારો ફોન ઝડપથી થઇ રહ્યો છે ડીસ્ચાર્જ ? એમાં હોઈ શકે છે વાયરસ, બચવા માટે ફટાફટા કરો આ કામ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!