બનાસકાંઠા જિલ્લો આંતરરાજ્ય સરહદ ધરાવે છે. ત્યારે અમીરગઢ પોલીસે 14 કિલો 643 ગ્રામ ચરસ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. જપ્ત કરેલા ચરસની બજાર કિંમત રૂપિયા 1 કરોડ 46 લાખની છે.. SOG તેમજ અમીરગઢ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી..તે દરમિયાન અમીરગઢ ચેકપોસ્ટ પર હિમાચલ પ્રદેશ પાસિંગની કાર પસાર થતા કારને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. કારમાંથી 14 કિલોથી વધુ ચરસ મળી આવતા પોલીસે કારચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..

ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચડાવવાના ષડયંત્રનો ફરી પર્દાફાશ થયો છે..બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પર 14 કિલો ચરસના જથ્થા સાથે હિમાચલના ઈસમની ધરપકડ એસઓજીના ટીમ દ્વારા કરવામાં આવી હતી.
- અમીરગઢ ચેકપોસ્ટ થી 1 કરોડ 40 લાખના ચરસ સાથે આરોપીની ધરપકડ
- 14 કિલો ચરસ સાથે SOG અને અમીરગઢ પોલીસે ચરસ ઝડપી પાડ્યું
- હિમાચલ પ્રદેશ થી ગોવા લઈ જવાતું હતું ચરસ
- કાર સાથે ચરસનો જથ્થો કબ્જે લઈ આરોપી સામે NDPS એકટ મુજબ કાર્યવાહી હાથધરી

1 કરોડ 40 લાખની કિંમતના ચરસના જથ્થા સાથે એક ઈસમ ઝડપાતા ગુજરાતમાં નશાનું નેટવર્ક ફરી સક્રિય થયું હોવાનું લાગી રહ્યું છે…ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
READ ALSO
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં