GSTV

સતલાસણા તા. પંચાયતના પ્રમુખની ચૂંટણી વિવાદમાં, મતદાન મથકેથી જ કોંગ્રેસના સભ્યની ધરપકડ કરાતા ભાજપની જીત!

Last Updated on September 9, 2021 by Dhruv Brahmbhatt

ગત માર્ચમાં મહેસાણા જિલ્લની સતલાસણના તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણીમાં કોંગ્રેસના આઠ, ભાજપના સાત અને એક અપક્ષ સભ્ય હતા. મતદાન કોંગ્રેસની બહારથી કોંગ્રેસના એક સભ્યની ૨૦૧૩ના ઉચાપતના કેસમાં ધરપકડ થતા ચૂંટણીમાં ભાજપની જીત થઇ હતી. જેથી આ કોંગ્રેસી સભ્યે ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરી છે. હાઇકોર્ટની ખંડપીઠે પણ આજે ટકોર કરી હતી કે આ કેસમાં રાજ્ય ચૂંટણી પંચે આંખે પાટા બાંધ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત કોર્ટની ખંડપીઠે એવી ચીમકી પણ આપી છે કે આ કોઇ ષડયંત્ર હોવાનું બહાર આવશે તો ચૂંટણી રદ કરી નવેસરથી ચૂંટણી યોજવાનો આદેશ આપવામાં આવશે.

gujarat highcourt

રાજ્ય સરકાર અને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા લોકશાહીના મૂલ્યોને અવગણી ધરપકડ અને કાર્યવાહી કરવામાં આવી

કોંગ્રેસના અરજદાર ઉમેદવાર વસંતભાઇ જોશી તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના આઠ, ભાજપના સાત અને એક અપક્ષ સભ્ય હતા અને તેઓ મતદાન કરવાના હતાં. ચૂંટણીના આગલા દિવસે જ પોલીસે દૂધ મંડળીના ૨૦૧૩ના એક લાખના ઉચાપતના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ મતદાન ન કરી શકતા ચૂંટણીમાં ભાજપની જીત થઇ હતી. આમ, રાજ્ય સરકાર અને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા લોકશાહીના મૂલ્યોને અવગણી આ ધરપકડ અને કાર્યવાહી કરવામાં આવી છે.

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠે રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર સહિતના પ્રતિવાદીઓને ટકોર કરતા કહ્યું હતું કે આ સામાન્ય ચૂંટણી વિવાદનો કેસ હોત તો અમે અરજદારોની ઇલેક્શન પિટિશન કરવાનું કહ્યું હોત, પરંતુ અહીં ચૂંટણીના લોકશાહી મૂલ્યોનો ભંગ થયો હોવાનો આક્ષેપ છે. આઠ વર્ષ જૂના ઉચાપતના કેસમાં ચૂંટણીના આગલા દિવસે જ ફરિયાદ નોંધાય અને અરજદાર મતદાન કરે તેની પહેલાં જ તેની ધરપકડ કરવામાં આવે છે અને ચૂંટણી પૂર્ણ થતા તેમને છોડી મૂકવામાં આવે છે. તેથી આ કામગીરી એ કોઇ આયોજીત ષડયંત્ર હતું કે નહીં તેની તપાસ થવી જરૃરી છે. આ કેસમાં રાજ્ય ચૂંટણી પંચે પણ આંખે પાટા બાંધ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેથી રાજ્ય ચૂંટણી પંચ અને પોલીસ તરફથી આગામી સુનાવણી સુધીમાં જવાબ રજૂ કરવામાં આવે. કોર્ટે વધુ સુનાવણી ૨૨મી સપ્ટેમ્બરના રોજ નિયત કરી છે.

BJP CONGRESS

ચૂંટણી અધિકારીની કામગીરી સામે પણ પ્રશ્નો

હાઇકોર્ટે પ્રિસાઇડીંગ ઓફિસર એટલે કે ચૂંટણી અધિકારીની કામગીરી સામે પણ પ્રશ્નો કર્યાં હતાં. ચૂંટણી અધિકારી તરફથી કોર્ટમાં જાબ આપવામાં આવ્યો હતો કે તેમને આ અંગે જાણ નહોતી માત્ર એટલી જ ખબર હતી કે તે સભ્ય ગેરહાજર છે. આ ઉપરાંત તેમની પાસે ચૂંટણી રોકવાની પણ સત્તા નથી. જેથી અરજદારે કહ્યું હતું કે તેમની નજર સામે જ મતદાન કેન્દ્ર બહાર મોટાં પોલીસ કાફલાએ કોંગ્રેસી સભ્યની ધરપકડ કરી હતી અને તેમને અંગત રીતે આ જાણ હતી જ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

AIMIM ચીફ ઓવૈસીએ કૃષિ કાયદા પરત લેવા અંગેના બિલને ‘રાજકીય દાવ’ ગણાવ્યું, કહ્યું- ચૂંટણી પર હતી નજર

Vishvesh Dave

BU અને ફાયર સેફટી પર હાઇકોર્ટની કડકાઈ, કહ્યું: જરૂર પડે તો તે ઇમારતો તોડી પાડો, NOC વગરની ઇમારતો સીલ કરો

Pritesh Mehta

સોનેરી તક / BECIL માં આ પોસ્ટ્સ પર નિકળી ભરતી, 35 હજાર મળશે સેલરી: ફટાફટ કરો અરજી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!