GSTV
Gujarat Government Advertisement

NRC બિલ મુદ્દે આજે અમદાવાદ બંધનું એલાન, જડબેસલાક બંદોબસ્ત વચ્ચે પોલીસ સતર્ક

Last Updated on December 19, 2019 by Mayur

નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં આજે અપાયેલા બંધને લઈને પોલીસ સતર્ક છે. અને શહેરમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોઈ પણ જાતની અપ્રિય ઘટના ન બને તે માટે એસઆરપીની 22 કંપનીઓ તૈનાત કરાઈ છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો સઘન બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાના મતે કોઈપણ વ્યક્તિ શહેરમાં દુકાનો કે ધંધા રોજગારના સ્થળોએ બળજબરી પૂર્વક બંધ કરાવવા નીકળશે તો ધરપકડ થઈ શકે છે. દરિયાપુર, શાહપુર, કાલુપુર, જુહાપુરા સહિતના સંવંદેનશીલ વિસ્તારોમાં પણ સઘન બંદોબસ્ત ગોઠવાયો છે.સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા શખ્સો પર ક્રાઈમ બ્રાન્ચનું સાઈબર સેલ નજર રાખી રહ્યુ છે. 11 જેટલા અસામાજિક તત્વોની પાસા હેઠળ ધરપકડ કરાઈ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

શું તમારા લાઈસન્સ કે આરસીબુકની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ છે તો જલ્દી કરો આ છે છેલ્લી તારીખ, પછી રહી જશો!

pratik shah

CBSE ધોરણ 12નું પરિણામ છેલ્લા ત્રણ વર્ષના દેખાવના આધારે અપાશે, કેન્દ્રની ફોર્મ્યુલાને સુપ્રીમની મંજૂરી

pratik shah

CBSE ફોર્મ્યુલાથી નુકસાન થાય તેમ હોવાથી સરકારે પેટર્ન બદલી, ધો.૧૨ના પરિણામમાં ધો.૧૦ના 50 અને ધો11ના 25 ટકા ગણાશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!