GSTV
Home » News » જામિયા હિંસા મામલે સુપ્રીમ બગડી, છાત્રો હોય તો કાયદો હાથમાં લેવાની સત્તા નથી

જામિયા હિંસા મામલે સુપ્રીમ બગડી, છાત્રો હોય તો કાયદો હાથમાં લેવાની સત્તા નથી

દિલ્હીના જામિયા અને અલીગઢ હિંસા મામલે સીનિયર વકીલ ઈન્દિરા જયસિંહ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. તેઓએ ચીફ જસ્ટિસની બેંચની સામે આ મામલે સંજ્ઞાન લેવાનું કહ્યું હતું. ઈન્દિરા જયસિંહે કહ્યું કે આ ઘટના માનવાધિકાર હનનનો ગંભીર મામલો છે. ત્યારે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ હિંસાને લઈને નારાજ થયા હતા.

તેઓએ કહ્યું કે હિંસા તાત્કાલિક રોકાવી જોઈએ, તે બાદ જ આ મામલાની સુનાવણી શક્ય છે. ચીફ જસ્ટિસ બોબડેએ એમ પણ કહ્યું કે તેઓ શાંતિપૂર્વક થતા પ્રદર્શનો વિરૂદ્ધ નથી. ચીફ જસ્ટિસે આગામી સુનાવણી માટે મંગળવારની તારીખ આપી હતી.

કોર્ટે એમ પણ કહ્યું કે વિદ્યાર્થીઓ કાયદાને હાથમાં ન લઈ શકે. કોર્ટમાં એક વકીલે જજને હિંસાનો વીડિયો જોવાનું કહ્યું જેના પર પણ સીજેઆઈ બોબડે નારાજ થયા હતા. તેઓએ વીડિયો જોવાનની કોઈ જરૂર નથી તેમ જણાવી કહ્યું કે આ રીતે જ જો હિંસા થશે તો અમે કેસ નહીં સાંભળીએ. સીનિયર એડવોકેટ કોલિન ગોંઝાલ્વિસે કહ્યું કે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જામિયા મામલે તપાસ કરશે.

પોલીસે 2 કેસ દાખલ કર્યા

દિલ્હીના જામિયા નગર હિંસા મામલે પોલીસે બે કેસ દાખલ કર્યા છે. પહેલો કેસ ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની નજીક આગ લગાડવાના મામલો, રમખાણ ફેલાવવું, સરકારી સંપત્તિને નુકસાન અને સરકારીમાં કામમાં અડચણ પહોંચાડવાના કેસ દાખલ થયા છે. જ્યારે બીજો કેસ જામિયા નગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે, જેમાં રમખાણ ફેલાવવા, પથ્થરમારો અને સરકારી કામમાં અડચણ કરવાના મામલા દાખલ થયા છે. જો કે આ કેસ કોના વિરૂદ્ધ કરવામાં આવ્યા છે તે સ્પષ્ટ થયું નથી.

READ ALSO

Related posts

25 ધારાસભ્યોએ મળી રૂપાણી સરકારને હચમચાવવા ઘડ્યો માસ્ટરપ્લાન, પણ પરેશ ધાનાણીએ જ ઠંડુ પાણી રેડી દીધું

Mayur

આજે રામ મંદિર ટ્રસ્ટની બેઠક, રામલલા હંગામી બિલ્ડીંગમાં સ્થાળાંતરણ થશે !

Mayur

ઉત્તરપ્રદેશ સરકાર વધુ એક જિલ્લાનું નામ બદલશે, આ વખતે આ જિલ્લો આવ્યો છે અડફેટે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!