GSTV
Auto & Tech Trending

ફાટફાટ/ ગેમર્સ માટે ખુશખબર, આ રીતે ફ્રી મળશે ત્રણ મહિનાની YouTube Premium મેમ્બરશિપ

YouTube

જો તમે ગેમર છે અને Pokemon Go ગેમ રમો છો તો તમારા માટે ખુશખબર છે. Pokemon Go પાંચમી એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યું છે. એના ડેવલપર Niantic એPokemon Go Fest 2021ની ઘોષણા કરી છે. જેની શરૂઆત 17 જુલાઈથી થશે.

આ ઇવેન્ટ બે દિવસ સુધી ચાલશે. આ ઇવેન્ટ તમામ પ્લેયર્સ માટે ઉપલબ્ધ હશે. એમાં ભારતના પ્લેયર્સ પણ ભાગ લેશે. એના માટે તેઓ ઇવેન્ટની ટિકિટ લઇ આનો ભાગ બની શકે છે. ભારતીય પ્લેયર્સ અને ગેમના હિસાબે ટ્રેનર્સ ગ્લોબલી એક-બીજાને ચેલેન્જ કરશે. એના માટે ડેવલપરએ Google Play સાથે પાર્ટનરશિપ કરી છે.

6 જુલાઈથી શરુ થશે Pokemon Go Fest 2021

આ પાર્ટનર શિપથી Pokemon Go Fest 2021 માટે ડેવલપર ભારતીય પ્લેયર્સને ખુબ ઓફર આપી રહ્યા છે. Pokemon Goને ગ્લોબલી 6 જુલાઈ 2016ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. Pokemon Go Fest 2021 17 જુલાઈ સુધી ચાલશે. એમાં પ્લેયર્સને રીવોર્ડ આપવામાં આવશે. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે 399 રૂપિયાની ટિકિટ લેવી પડશે.

જેમની પાસે ટિકિટ હશે તે બીજા સાથે કોલાબા કરી ગ્લોબલ ચેલેન્જ એરીનામાં જઈ શકે છે. અહીં ભારતીય પ્લેયર ગ્લોબલી ટ્રેનર્સ સાથે ટીમ બનાવી એક કલાક ચેલેન્જને પૂરો કરી શકે છે. ચેલેન્જ પૂરું કરવા માટે ટ્રેનરને બોનસ આપવામાં આવશે. તમામ 24 ચેલેંજ પુરા કરવા પર સ્પેસ, ટાઈમ અને મિસ્ટ્રી બોનસ વીકમાં આપવામાં આવશે. ત્યાર પછી Pokemon Go Fest 2021 સ્ટાર્ટ થશ.

ત્રણ મહિના માટે YouTube Premium મેમ્બરશિપ

યુટ્યુબ

Niantic Google Play સાથે પાર્ટનરશિપ કરી ત્રણ મહિનાની YouTube Premium મેમ્બરશિપ આપશે. એની સાથે એક્સક્લુઝિવ કન્ટેન્ટ, કોમેડી કન્ટેન્ટ ક્રિએટર્સ The Try Guys સાથે આપવામાં આવશે. એ ઉપરાંત ગુગલ સ્પોન્સર્ડ ગિફ્ટ બંડલ પણ આપવામાં આવશે. એમાંથી એક Incense, એક Super Incubator અને 30 શેત્ર બોલ્સ આપવામાં આવશે.

જણાવી દઈએ કે YouTube Premium મેમ્બરશિપની કિંમત 139 રૂપિયા પ્રતિ માસ છે. ત્રણ મહિનાની કિંમત 399 રૂપિયા છે. એમાં તમે એડ ફ્રી YouTube અને YouTube Music બેકગ્રાઉન્ડ પ્લે સાથે જોઈ શકશો.

Read Also

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV