GSTV
Home » News » વિચિત્ર પરંપરા! અહીં દહેજમાં આપવા પડે છે 21 ઝેરી સાંપ, નહી તો છોકરી રહે છે કુંવારી

વિચિત્ર પરંપરા! અહીં દહેજમાં આપવા પડે છે 21 ઝેરી સાંપ, નહી તો છોકરી રહે છે કુંવારી

snakes for dowry chhattisgarh.

લગ્નમાં ઘર-ગૃહસ્થીનો સામાન આપવાના ચલણ વિશે તો તમે સાંભળ્યું હશે. પરંતુ ઝેરી સાંપ આપવાની પરંપરા વિશે ભાગ્યે જ કોઇ જાણતું હશે. સાંભળીને જરાં નવાઇ લાગશે પરંતુ એક કે બે નહી પૂરા 21 સાપ દહેજમાં આપવાની પ્રથા છે. જ્યા સુધી છોકરીવાળા સાપની વ્યવ્થા ન કરી શકે ત્યાં સુધી છોકરી કુંવારી રહે છે.

લગ્નની આ અનોખી પ્રથા છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં તુમગાંવની બસ્તીમાં રહેતા મદારી જાતિના લોકોની પરંપરા છે. છોકરીના પરિવારજનો જો 21 પ્રજાતિના ઝેરી સાપ ન આપી શકે તો આ કસબાની છોકરીઓ કુંવારી જ રહે છે.

હકીકતમાં મદારી જાતિના લોકો માટે રોજગારથી લઇને કુલ મૂડી પણ આ ઝેરી સાપ જ છે. આ જ ઝેરી સાપને દેખાડીને જે પૈસા મળે છે તેનાથી તેમના પરિવારનું ભરણ પોષણ થાય છે.

આ જ કારણ છે કે અહીના દૂધ પીતા બાળકો પણ ઝેરી સાપ સાથે એવા હળી મળી ગયાં છે કે જાણે કે આ ઝેરી સાપ તેમના પરિવારનો જ હિસ્સો છે. આ બાળકોને સાપથી ડર નથી લાગતો. ઉલ્ટાનું તેમને જોઇને તેઓ રોમાંચિત થઇ જાય છે.

અહીં લગ્ન માટે તૈયાર દુલ્હા કૈલાશને દુલ્હન માટે બે વર્ષ સુધી રાહ જોવી પડી હતી. તેની પાછળનું કારણ એ હતું કે છોકરીવાળાઓ પાસે દહેજમાં આપવા માટે 21 ઝેરી સાપ ન હતા. તેના વિના લગ્ન ન થઇ શકે.

કૈલાશે જણાવ્યું કે દહેજમાં મળેલા સાપો દેખાડવા માટે પોતાની પાસે રાખે છે અને બાકીના સાપને ધન સમજીને પરિવારના લોકો વચ્ચે વહેંચી દેવામાં આવે છે. સાપના કારણે જ તેમનું ઘર ચાલે છે.

તેમની જાતિમાં સાપને સુરક્ષિત રાખવાનો નિયમ પણ છે. જો સાપ પટારામાં મરી જાય તો આખા પરિવારે મુંડન કરાવુ પડે છે. સાથે જ કસબાના લોકોને ભોજન કરાવવુ પડે છે. ચાલીસ પરિવારોની મૂડી આ સાપ જ છે.

આસપાસના ક્ષેત્રોમાંથી પકડેલા સાપને તેઓ કેટલાંક મહિનાઓ સુધી પોતાની પાસે રાખે છે. સાપોનો ખેલ દેખાડી તેમાંથી કમાણી કરે છે. પછી સાપને જંગલમાં છોડી દે છે. સાપતી જ તેમનું ભરણપોષણ થાય છે અને તે તેમનો પરંપરાગત વેપાર છે.

Read Also

Related posts

કોઈપણ પરિણામ ત્યાં સુધી ન મળે જ્યાં સુધી એક ટીમ સમર્પણના ભાવથી કામ ન કરે : નરેન્દ્ર મોદી

Arohi

SBI:ગ્રાહક બેંકની કોઈ સર્વિસથી હશે ટેન્શનમાં, કરો અધિકારીને સીધી ફરિયાદ

Dharika Jansari

સુરતના ક્લાસીસમાં બનેલી આગની ઘટના બાદ અમદાવાદ જિલ્લામાં તપાસનો ધમધમાટ શરૂ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!