GSTV
Home » News » ઓહ આશ્ચર્યમ ! વિશ્વનું વિચિત્ર શહેર, જ્યાં અન્ય દેશમાંથી કરવો પડે છે પ્રવેશ

ઓહ આશ્ચર્યમ ! વિશ્વનું વિચિત્ર શહેર, જ્યાં અન્ય દેશમાંથી કરવો પડે છે પ્રવેશ

વિશ્વનાં અમુક અનોખા દેશો અને શહેર આવેલા છે. જેઓ પોતાની આગવી વિશેષતાઓ ધરાવે છે. ત્યારે એક શહેર એવું છે, તે અમેરિકા સાથે જોડાયલો નથી, પરંતુ આ દેશમાં પ્રવેશ કરવા માટે આંતરરાષ્ટ્રીય સીમા પાર કરવી પડે છે. પોંઈટ રોબર્ટસ લગભગ તમે નામતો સાંભળ્યું હશે હાં આ દેશ અમેરિકાથી સંપૂર્ણ રીતે કપાયેલો દેશ છે.

પોંઈટ રોબર્ટસને અમેરિકાનું પેને-એક્સક્લેવ તરીકે ઓળખાય છે. ઉલ્લેખનીય છે કે પેને એક્સક્લેવ કોઈપણ દેશનો એ ભાગ હોય છે કે જ્યાં અન્ય દેશોથી પાસ થઈને પહોંચી શકાય છે. પ્રાઈવેટ વિમાન અથવા બોટથી પહોંચવાવાળા લોકોને આ શહેરમાં પ્રવેશવા માટે કેનેડા થઈને આવવું પડે છે. અમેરીકન લોકોને પણ આજ રીતે કરવું પડે છે.

પોઈંટ રોબર્ટસ કોઈ ગ્રામિણ વિસ્તારની જેમ હોય છે. 2010ની જનગણતરી મુજબ અહિયાં લગભગ 1300 લોકો વસવાટ કરે છે. આ વિસ્તારને લઈને એક અફવા છે કે અમેરિકાએ આ પ્રદેશમાં એવા લોકોને વસાવ્યા છે કે એ લોકો કુખ્યાત ગુન્હેગારો વિરુદ્ધ જુબાની આપી હોય, ઉલ્લેખનીય છે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે અહિંયા એવા લોકો વસે છે જેમને એક નવી ઓળખ આપીને વસાવ્યા છે.

પોંઈટ રોબર્ટસ પહોંચવા માટે તમે બોટથી લઈને વિમાન અને કારનો પણ વપરાશ કરી શકો છો. જોકે અમેરિકાથી કાર ડ્રાઈવ કરીને આવાત લોકો એ બે વખત આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવી પડે છે. પ્રથમ વખત કેનેડામાં પ્રવેશ કરવા માટે અને બીજી વખત કેનડાથી પોઈન્ટ રોબર્ટસ માં પ્રવેશ કરવા માટે સરહદ પાર કરવી પડે છે. અહિં વસવાટ કરનાર લોકો માટે ઘણા નિયમો ઘડવામાં આવ્યા છે, જે વ્યર્થ છે. જેમકે અહિં વસવાટ કરનાર લોકો આખા ટામેટા લાવવા પર પ્રતિબંધ છે, પરંતુ તેઓ સમારેલા ટામેટા લાવી શકે છે. સાથે સાથે આ શહેરમાં ઘેટા-બકરા અને શ્વાનમાટે પણ નિયમો બનાવવમાં આવ્યા છે.

READ ALSO

Related posts

પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને બદલે કોર્પોરેટરો બેઠકમાં ઉંઘતા ઝડપાયા

Nilesh Jethva

વિદ્યાર્થિનીઓના માસિક ધર્મ વિવાદ પ્રકરણમાં આવ્યો નવો વળાંક

Nilesh Jethva

ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિર ખાતે 11મી સદીના અવશેષોને ફરી કરાયા જીવંત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!