GSTV
Home » News » માણસ છે કે હેવાન..! મહિલાની હત્યા કરી લાશ સાથે કરતો પિશાચી કામ, વર્ષો પછી હાથ લાગ્યા પુરાવા

માણસ છે કે હેવાન..! મહિલાની હત્યા કરી લાશ સાથે કરતો પિશાચી કામ, વર્ષો પછી હાથ લાગ્યા પુરાવા

130 વર્ષ પહેલા લંડનમાં વેશ્યાઓની થોકબંધ હત્યા અને ત્યારબાદ તેમની લાશનાં કટકા કરીને શરીરનાં અંગો કાઢી લેવાનાં કેસમાં પોલીસને પુરાવો મળી આવ્યો છે. વર્ષોનાં સંશોદન પછી આ કેસમાં પોલીસે નવો ખુલાસો કર્યો છે. પોલીસે જણાંવ્યું છે કે 130 વર્ષ જુનો કેસ અમે ઉકેલી કાઢ્યો છે. સમગ્ર કેસની તપાસ ટીમનું કહેવું છે કે, જૈક ધ રિપેરનો પર્દાફાશ કર્યો છે. સિરીયલ કિલરે 130 વર્ષ પહેલા પ્રેસને મોકલાવેલી ચિઠ્ઠીમાં ખુદને જૈક ધ રિપેર ગણાંવ્યો હતો.

1888માં થઇ વેશ્યાઓની હત્યા

લંડનમાં 1888થી 1891માં એક પછી એક અનેક વેશ્યાઓની હત્યાઓ થઇ હતી. મહત્વની વાત એ છે કે હત્યા કર્યા બાદ લાશને કાપીને શરીરનાં અંગો કાઢી લેવામાં આવતા હતાં. આરોપીએ હત્યા કર્યા બાદ મૃતક વેશ્યાઓનાં હ્રદય, કિડની જેવા અંગો કાઢીને ગુપ્તાંગોને નુકસાન પહોંચાડ્યું હતું. જે-તે વખતે લંડનમાં  સિરીયલ કિલરનો ખૌફ હતો. જે માત્ર વેશ્યાઓને શિકાર બનાવતો હતો. આ સિરીયલ કિલરે દસ કરતા વધુ મહિલાઓની હત્યા કરી હતી. તેને ક્યારેય ઝડપી શકાયો નહિં.

DNA સંશોધનમાં થયો ખુલાસો

તપાસ ટીમમાં વૈજ્ઞાનિકો પણ સામેલ હતાં. તપાસનીશ ટીમનો દાવો છે કે,તેમણએ ડીએનએ મેચનાં આધારે ગત સપ્તાહે જ આ ખુલાસો કર્યો હતો. 130 વર્ષ પેહાલ સીરિયલ કિલરનો શિકાર થયેલી પાંચ પીડિતો પાસે રહેલી શોલમાંથી ડીએનએ તપાસ કરવામાં આવી હતી. હત્યારા વિરૂદ્ધ ડીએનએ ટેસ્ટનાં માધ્યમથી પુરાવા એકત્ર થયા છે.

મહિલા પાસેથી મળી આવી શાલ

તપાસ સમિતીનું કહેવું છે કે 1888માં કૈથરીન નામની મૃતક મહિલા પાસેથી એક સિલ્ક શાલ મળી આવી હતી. જેનાં પર ખૂન અને વીર્યનાં ડાઘા હતાં. યુનિવર્સિટી ઓફ લીડ્સ અને લીવરપૂલ જોન મૂર્સ યુનિવર્સિટીનાં સંશોધનમાં જાણવા મળ્યું કે  હત્યારાની ઓળખ કરવી તે એક રહસ્ય હતું. જો કે સંશોધનમાં જાણવા મળ્યા પ્રમાણે આરોપીનાં વાળ અને આંખો ભૂરા કલરનાં હતાં. તે એકમાત્ર પુરાવો છે. જે સીધી રીતે હત્યારા સાથે જોડાયેલું છે.

READ ALSO 

Related posts

બાળકીએ 12માં જન્મદિવસ પર પોતાની કમાણીથી ખરીદી BMW કાર, જાણો કઈ રીતે?

Arohi

કોંગ્રેસનો ઝંઝાવાતી પ્રચાર: 72 હજાર મામલે સવાલ પુછતા અહેમદ પટેલ બોલ્યા કે…

Riyaz Parmar

સંજય દત્તની પુત્રી ત્રિશલા ઇટાલીયન યુવાનના પ્રેમમાં

Path Shah