GSTV

સગીરનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો જાતીય સતામણી નથી: પોક્સો કોર્ટે 28 વર્ષીય આરોપીને નિર્દોષ જાહેર કર્યા

Last Updated on August 1, 2021 by Pravin Makwana

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની એક POCSO કોર્ટે કહ્યું છે કે સગીરનો હાથ પકડી રાખવો અને પછી તેને પ્રેમ વ્યક્ત કરવો એ જાતીય સતામણી સમાન નથી. કોર્ટે આ કેસમાં 28 વર્ષના એક વ્યક્તિને પણ નિર્દોષ જાહેર કર્યો છે. વર્ષ 2017માં આ માણસે સગીર છોકરીને પ્રપોઝ કર્યું હતું. જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ એક્ટને પોક્સો કહેવામાં આવે છે. POCSO કોર્ટ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સામે જાતીય શોષણના ગુનાઓ સાથે વ્યવહાર કરે છે. 2012માં બનેલા આ કાયદા હેઠળ અલગ અલગ ગુનાઓ માટે અલગ અલગ સજાની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ 2018માં સરકારે આ કાયદામાં મોટા ફેરફારો કર્યા.

કોર્ટે કહ્યું કે એવા કોઈ પુરાવા નથી કે જે બતાવે કે આરોપીનો જાતીય શોષણ કરવાનો કોઈ ઈરાદો હતો. ચુકાદો સંભળાવતી વખતે કોર્ટે જણાવ્યું હતું કે, આ વાતનું કોઈ પુરાવો નથી કે, આરોપીએ સતત તેનો પીછો કર્યો હતો. તેને એકાંત જગ્યાએ લઈ ગયા હતા. કોર્ટે કહ્યું કે, મને જાણવા મળ્યું છે કે, ફરિયાદી પક્ષ આરોપીએ કથિત રીતે જાતીય શોષણનો પ્રયાસ કર્યો હોય તેવા પુરાવા લાવવા સક્ષમ નથી. એટલે કે આરોપીને શંકાના આધારે સજા ન થાય અને તે નિર્દોષ છૂટી જાય છે.

પહેલા પણ આવ્યા હતા આવા નિર્ણયો

અમે તમને જણાવી દઈએ કે આ પહેલો કિસ્સો નથી કે જ્યાં બાળકનો હાથ પકડવો જાતીય ગુના તરીકે રદ કરવામાં આવ્યો હોય. અગાઉ, બોમ્બે હાઈકોર્ટે 5 વર્ષની બાળકીની છેડતી કરવા બદલ પોક્સો એક્ટની કલમ 8 અને 10 હેઠળ 50 વર્ષીય વ્યક્તિની સજાને રદ કરી દીધી હતી. ચુકાદો સંભળાવતી વખતે કોર્ટે કહ્યું હતું કે પેન્ટ ખોલીને સગીરનો હાથ પકડવો ‘જાતીય સતામણી’ની વ્યાખ્યામાં સમાવી શકાતો નથી.

ત્યારે કોર્ટે શું કહ્યું

પીડિતાની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આરોપીએ તેની મોટી પુત્રીનો હાથ પકડ્યો હતો, તેને પેન્ટ ખોલ્યું હતું અને પીડિતાને તેની સાથે સૂવા માટે કહ્યું હતું. જ્યારે તેના માતા -પિતા તે સમયે ઘરથી દૂર હતા. ન્યાયમૂર્તિ પુષ્પા ગાનેડીવાલાએ પોતાનો ચુકાદો આપતા કહ્યું હતું કે, ચામડીથી ચામડીના સંપર્ક વિના સ્પર્શ કરવો એ પોક્સો હેઠળ ‘જાતીય સતામણી’ સમાન નથી.

READ ALSO

Related posts

હાઈકોર્ટે આપ્યો પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ, માતા-પિતાને દરરોજ આપતો હતો પીડા

Zainul Ansari

વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

Challenge / અજમાવી જુઓ દારા સિંહ થાલી, જો 30 મિનિટની અંદર સમાપ્ત કરો તો નહીં ચૂકવવા પડે પૈસા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!