GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

5 કેમેરાવાળો POCO M2 Pro ભારતમાં થયો લોન્ચ, શાનદાર ફિચર્સ સાથે 3 વેરિએન્ટમાં મળશે સ્માર્ટફોન

ચાઈનીઝ સ્માર્ટફોન કંપની POCOએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન POCO M2 Proને લોન્ચ કરી દીધો છે. આ ફોનનું વેચાણ ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર 14 જૂલાઈથી શરૂ થશે. ગ્રાહકો ફોનને ત્રણ વેરિએન્ટમાં ખરીદી શકે છે. જેમાં પહેલું વેરિએન્ટ 4GB રેમ અને 64GB  સ્ટોરેજ, બીજુ મોડલ 6GB રેમ અને 64GB  સ્ટોરેજ અને ટૉપ વેરિએન્ટ 6GB રેમ અને 128GB  સ્ટોરેજ છે. આ ત્રણ વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયા, 14,999 રૂપિયા અને 16,999 રૂપિયા રાખવામાં આવી છે.

POCO M2 Proના સ્પેસિફિકેશન્સ

આ સ્માર્ટફોનમાં 6.67 ઈંચની સિનેમેટિક સ્ક્રીન આપવામાં આવી છે. જેનો ઑસ્પેક્ટ રેશિયો 20:9 છે અને રિઝોલ્યૂશન 1080/2400 પિક્સલ છે. ફોનનાં ફ્રંટ અને બેકમાં ટ્રિપલ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ5 નો ઉપયોગ કરાયો છે. સ્પીડ માટે સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 720G પ્રોસેસરનો ઉપયોગ કરાયો છેય અને ફોન એન્ડ્રોઈડ 10 પર રન કરે છે. ફોનનાં સ્ટોરેજને જરૂર પડે તો 512GB સુધી વધારી શકાય છે.

ફોટોગ્રાફી માટે ફોનનાં રિયરમાં ક્વૉડ કેમેરો સેટઅપ આપવામાં આવ્યુ છે. તેમાં પહેલાં 48 મેગાપિક્સલ છે, જે 119 ડિગ્રી અલ્ટ્રા વાઈડ લેન્સની સાથે આવે છે. બીજો 8 મેગાપિક્સલનો છે. અને ત્રીજો 5 મેગાપિક્સલનો માઈક્રો ફોટોગ્રાફી કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં ચોથો કેમેરો 3 મેગાપિક્સલનો છે. સેલ્ફી માટે ફોનનાં ફ્રંટમાં 16 મેગાપિક્સલનો AI Selfie કેમેરા આપવામાં આવ્યો છે.

POCO M2 Proમાં ડ્યુઅલ નેનો સિમનો ઉપયોગ કરી શકાય છે. કનેક્ટિવિટી માટે ફોનમાં બ્લૂટૂથ V5.0, USB ટાઈપ-સી, 4G LTE મળશે. 5000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે. જે  33W ફાસ્ટ ચાર્જિંગની સાથે છે. ફોન ફિંગરપ્રિંટ સ્કેનરની સાથે ફેસ અનલોકને પણ સપોર્ટ કરશે.

READ ALSO

Related posts

જન્માષ્ટમીના તહેવાર પર આ શહેરમાં ફરવા લાયક સ્થળો પર લોકોના એકઠા થવા પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

Nilesh Jethva

કેરળના ઇડુક્કીમાં થયેલ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 42, સતત રાહત કામગીરી ચાલું

Ankita Trada

રક્ષાબંધનના દિવસે રાખડી બંધાવી સગાભાઈઓએ કરી બહેનની હત્યા, ચોંકાવનારુ છે કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!