GSTV
Home » News » આટલો સસ્તો થઇ ગયો Xiaomiનો સૌથી પાવરફુલ સ્માર્ટફોન, નવી કિંમત જાણશો તો ખરીદી લેશો

આટલો સસ્તો થઇ ગયો Xiaomiનો સૌથી પાવરફુલ સ્માર્ટફોન, નવી કિંમત જાણશો તો ખરીદી લેશો

mi

Xiaomi POCO F1ને હાલ ભારતમાં અત્યાર સુધીની સૌથી સસ્તી કિંમતે ખરીદી શકાશે. પરંતુ આ ઑફર લિમિટેડ સમય માટે છે. આ સ્માર્ટફોનને ગત વર્ષે 21,999 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યો હતો અને હવે તેને 17,999 રૂપિયાની શરૂઆતની કિંમતે ખરીદી શકાય છે. શાઓમીએ આ સ્માર્ટફોનની કિંમતમાં અનેકવાર ઘટાડો કર્યો છે.

લિમિટેડ પિરિયડ ઑફર પહેલાં આ સ્માર્ટફોનના 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 19,999 રૂપિયા હતી. લિમિટેડ પિરિયડ ઑફર અંતર્ગત Xiaomi POCO F1ને 17,999 રૂપિયામાં ફ્લિપકાર્ટ અને શાઓમીની ઑફિશિયલ વેબસાઇટ પર સેલ કરવામાં આવી રહી છે.

જો કે અન્ય વેરિએન્ટ 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ તથા 8 જીબી રેમ તથા 256 જીબી સ્ટોરેજ પર કોઇ ડિસ્કાઉન્ટ આપવામાં નથી આવી રહ્યું. આ બંને વેરિએન્ટ રેગ્યુલર કિંમત અનુક્રમે 20,999 અને 27,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.

Xiaomi Poco F1ના સ્પેસિફિકેશન્સ

Xiaomi Poco F1માં 6.18 ઇંચની ફુલ એચડી પ્લસ નૉચ ડિસ્પ્લે આપવામાં આવી છે. એન્ડ્રોઇડ ઓરિયો 8.1 પર ચાલતા Xiaomi Poco F1માં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે અડ્રેનો 630 જીપીયૂ આપવામાં આવ્યું છે. ફોનમાં 12 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલનો ડ્યૂઅલ રિયર કેમેરા સેટઅપ પણ છે.

સેલ્ફી માટે ફ્રન્ટમાં 20 મેગાપિક્સલનો હાઇ રેઝોલ્યુશન કેમેરા ઉપલબ્ધ છે. કેમેરા નીચે ફિંગરપ્રિન્ટ સેંસર આપવામાં આવ્યું છે. ફોનમાં આપવામાં આવેલી 4000mAhની બેટરીને ચાર્જ કરવા માટે તેમાં ક્વિક ચાર્જિંગની સુવિધા આપવામાં આવી છે.

Read Also

Related posts

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah

મહેસાણા: વ્યાજખોરો બેફામ, એક વર્ષથી વ્યાજખોરોનાં ત્રાસથી યુવકે જીવન ટુંકાવ્યું

Riyaz Parmar

રાજકોટ: આવાસ યોજનામાં હેરાફેરીની ઉઠતી ફરિયાદ, મનપા દ્વારા સઘન ચેકિંગ કરાતા ફફડાટ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!