GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

PNG ગેસ કનેક્શનની ડિપોઝિટને લઇને થયાં આ ફેરફાર, જાણી લો નહીંતર તમારા ખિસ્સા પર થશે સીધી અસર

png

જો તમે પણ PNG ગેસ કનેક્શન લેવાના હોવ તો આ ખબર તમારા માટે ખૂબ જ જરૂરી છે. PNG ગેસ કનેક્શન લેવુ હવે પહેલાં કરતાં મોંઘુ પડશે. ઉપભોક્તાઓએ હવે PNG ગેસ કનેક્શન માટે 5000 રૂપિયા નહી પરંતુ 10,000 રૂપિયા આપવા પડશે. હકીકતમાં PNGRBએ ડોમેસ્ટિક PNG કનેક્શન માટે રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ સ્ટ્રક્ચરમાં બદલાવની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હાલ સિક્યોરિટી ડિપોઝિટ મહત્તમ 5 હજાર રૂપિયા છે.

કંઝ્યુમરને વ્યાજ પણ આપવુ પડશે

નવા બદલાવ અંતર્ગત ત્રણ પ્રકારના વિકલ્પ તૈયાર કરવામાં આવ્યાં છે. જો કોઇ કંપની 10 હજાર રૂપિયા સિક્ટોરિટી અમાઉન્ટ લે તો તેને તે રકમ પર કન્ઝ્યુમરને વ્યાજ પણ આપવુ પડશે. સાથે જ જે લોકો સ્માર્ટ મીટર, પ્રીપેડ કાર્ડ અથવા અન્ય સુવિધાઓ ન લેવા માગતા હોય તેમના માટે 5 હજાર રૂપિયા રિફંડેબલ અમાઉન્ટનો વિકલ્પ રહેશે. હકીકતમાં નવા બદલાવ દ્વારા કંપનીઓને તે અધિકાર આપવામાં આવી રહ્યો છે કે કોસ્ટ વધવા પર તે રકમ ગ્રાહક પાસેથી વસૂલી શકે. જણાવી દઇએ કે નવા વિકલ્પ પર 27 જુલાઇ સુધી તમામ પક્ષોનો અભિપ્રાય માગવામાં આવ્યો છે.

PNG કનેક્શન માટે અરજી કરવા માટે

  • જાણકારી માટે જણાવી દઇએ કે PNG કનેક્શન માટે અરજી કરવા માટે ગ્રીન ગેસ લિમિટેડની વેબસાઇટ (www.gglonline) પર જાઓ.
  • તેમાં કેટલીક વિગતો જેવી કે નામ, સરનામુ, ફોન નંબર, ઇમેલ આઇડી વગેરે ભરો.
  • આ ઉપરાંત ઓળખ પત્ર અને આવાસ પ્રમાણપત્ર એટલે કે વીજળીનું બિલ અથવા હાઉસ ટેક્સની રિસિપ્ટની સ્કેન કૉપી અપલોડ કરવાની રહેશે.
  • ફરી તપાસ બાદ અરજદારના મોબાઇલ અને ઇમેલ આઇડી પર ચુકવણીની એક લિંક શેર કરવામાં આવશે.
સર્ચ

ગ્રાહકોને મળે છે PNG ઑનલાઇન પેમેન્ટની સુવિધા

PNGનું બિલ પણ ઑનલાઇન ભરી શકાય છે. તેના માટે ગ્રીન ગેસનુ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ સાથે કરાક થયો છે. હવે ઇન્ટરનેટ બેન્કિંગ, પેમેન્ટ વૉલેટ અથવા યુપીઆઇ એપ જેવી કે પેટીએમ, ફોનપે, ગૂગલ પેથી પેમેન્ટ કરી શકાય છે. આ સાથે જ કંપનીની વેબસાઇટ પર જઇ ઉપભોક્તા પોતાના પાછલા ગેસ બિલની કોપી ડાઉનલોડ કરી શકે છે.

Read Also

Related posts

કાર લેવાનું વિચારી રહ્યા છો તો અહીં વાંચો આ કારોની ખરીદી પર મળી રહ્યુ છે ભારે ડિસ્કાઉન્ટ

Mansi Patel

લોન ધારકો માટે માઠા સમાચારઃ RBIએ મોનિટરી પોલીસી કરી જાહેર, રેપોરેટ દર યથાવત

Mansi Patel

પોરબંદર- દ્રારકા હાઇવે પર ખનીજ માફિયા સક્રિય, લેખિતમાં રજુઆત કરવા છતા તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!