GSTV
Business Trending

PNBના ગ્રાહકો માટે જરૂરી સમાચાર : ATMમાંથી પૈસા ઉપાડવાને લઈને થવાનો છે મોટો ફેરફાર!

જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંક (PNB) ટૂંક સમયમાં તેના ગ્રાહકોને સારા સમાચાર આપી શકે છે. PNB ડેબિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શનની લિમિટમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. PNBએ આ અંગે સંકેતો આપ્યા છે. PNB બેંકે તેની વેબસાઈટ પર એક નોટિસ જારી કરી છે, જેમાં જણાવાયું છે કે, પ્રિય ગ્રાહકો, બેંક ટૂંક સમયમાં હાઈ એન્ડ વેરિઅન્ટ ડેબિટ કાર્ડથી લેવડ-દેવડ માટેની ટ્રાન્ઝેક્શનની લિમિટમાં ફેરફાર કરશે.

ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાની તૈયારી

PNBના જણાવ્યા અનુસાર, માસ્ટરકાર્ડ, રુપે અને વિઝા ગોલ્ડ ડેબિટ કાર્ડના તમામ પ્લેટિનમ વેરિઅન્ટ્સ માટે દૈનિક ATM ઉપાડની મર્યાદા રૂ.50,000થી વધારીને રૂ.1,00,000 થઈ શકે છે. જ્યારે ગ્રાહકો POS પર દૈનિક રૂ.1,25,000ના બદલે રૂ.3,00,000 સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકે છે. બેંકે જણાવ્યું કે, રૂપે સિલેક્ટ અને વિઝા સિગ્નેચર ડેબિટ કાર્ડ માટે ATM રોકડ ઉપાડની મર્યાદા રૂ.50,000થી વધારી રૂ.1,50,000 કરાશે. આ કાર્ડ્સ માટે POS ટ્રાન્ઝેક્શનની દૈનિક મર્યાદા રૂ.1,25,000થી વધારીને રૂ.5,00,000 કરાશે.

ગ્રાહકો આવી રીતે ઉઠાવી શકશે ટ્રાન્ઝેક્શન લિમિટનો લાભ

બેંકે એક નિવેદનમાં કહ્યું છે કે, ગ્રાહકોને સલાહ છે કે, તેઓ ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ એપ, પીનબી એટીણ, આઈવીઆર અથવા બેઝ બ્રાન્ચ દ્વારા ટ્રાન્ઝેક્શન લિમિટમાં ફેરફારનો લાભ ઉઠાવી શકે છે. આ સાથે બેંકે તેના ગ્રાહકોને કાર્ડ સુરક્ષાને લઈને કહ્યું કે ગ્રાહકો તેમના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને બેંક ખાતા સાથે સંબંધિત વ્યક્તિગત વિગતો કોઈની સાથે શેર ન કરે.

હાલ ટ્રાન્ઝેક્શનની લિમિટ કેટલી છે ?

જે ગ્રાહક પાસે રૂપે અને માસ્ટર વર્ઝનમાં બેંકો દ્વારા અપાયેલા ક્લાસિક ડેબિટ કાર્ડ્સ છે, તેમના માટે દૈનિક રોકડ ઉપાડની મર્યાદા 25,000 રૂપિયા છે. એક વખતની રોકડ ઉપાડની મર્યાદા 20,000 રૂપિયા છે અને પીઓએસ દ્વારા લેવડ-દેવડની મર્યાદા 60,000 રૂપિયા છે. વિઝા ગોલ્ડ ડેબિટ કાર્ડ ધરાવતા ગ્રાહકો માટે દૈનિક રોકડ ઉપાડ મર્યાદા 50,000 રૂપિયા, એક વખતની રોકડ ઉપાડની મર્યાદા 20,000 રૂપિયા અને POS દ્વારા લેવડ-દેવડ મર્યાદા 1,25,000 રૂપિયા છે.

Related posts

અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા

Akib Chhipa

અનોખો કિસ્સો: પોપટે એવુ કારનામુ કર્યુ કે માલિકને થઈ ગઈ જેલ

GSTV Web Desk

IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર

GSTV Web Desk
GSTV