પંજાબ નેશનલ બેંકમાં બેંકિંગ સંબંધિત કામ માટે હવે બેંક જવાની જરૂર રહેશે નહીં. બેંક દ્વારા ડોર સ્ટેપ બેંકિંગ સુવિધાથી તમે ઘર બેઠા રૂપિયા નીકાળવા અને જમા કરાવવા સાથે ડિમાન્ડ ડ્રાફ્ટ, લાઈફ સર્ટિફિકેટ, ઈનકમ ટેક્સ સાથે જોડાયેલા કામની સુવિધાઓ મેળવી શકશો. આ સુવિધાઓનો લાભ લેવા માટે એન્ડ્રોઈડ ફોનમાં ડોરસ્ટેપ બેંકિંગ એપ ડાઉનલોડ કરવી જરૂરી છે.
વૃદ્ધો અને દિવ્યાંગો માટે સૌથીવધુ લાભદાયી
વડીલ અને દિવ્યાંગ લોકો માટે આ સુવિધા લાભદાયી સાબિત થશે. જોકે આ માટે સર્વિસ ચાર્જ પેટે 75 રૂપિયા આપવાના રહેશે. હાલ આ સુવિધા રૂપિયા જમા કરાવવા અને નીકાળવાની મહત્ત્મ 10 હજાર રૂપિયાની લિમિટ માટે રાખવામા આવી છે. કોરોનાકાળમાં બેંકિંગ સેક્ટરમાં એટલા ફેરફારો આવ્યા કે હવે બેંક પણ અકાઉન્ટ હોલ્ડર્સને સારી સેવા આપવા પ્રયાસ કરી રહ્યાં છે. જેના પ્રયાસ તરીકે PNB તરફથી ડોર સ્ટેપ બેંકિંગનો પ્રારંભ કરવામા આવ્યો. આ સેવા હેઠળ રોકડ જમા કરાવવા, ચેક બુક લેવા, ખાતા સંબંધિત કામ, લાઈફ સર્ટિફિકેટ, ઈન્કમ ટેક્સ સંબંધિત ફોર્મ માટે એપ થકી બેંકને રિક્વેસ્ટ મોકલી શકો છો.
એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન જરૂરી
આ સુવિધા માટે પહેલા સ્માર્ટફોનમાં ડોર સ્ટેપ બેંકિંગ એપ ડાઉનલોડ કરવી પડશે. જે પછી પંજાબ નેશનલ બેંક નામનો વિકલ્પ પસંદ કર્યા બાદ મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવાનો રહેશે. સફળ રજીસ્ટ્રેશન બાદ આ સુવિધાનો લાભ લઈ શકાશે. PNBના મંડળ પ્રમુખ રાજીવ જૈને કહ્યું કે, કોઈપણ સુવિધા માટે ગ્રાહક અરજી કરશે કે તાત્કાલિક તેના લોકેશનના 5 કિ.મી.ની અંદર આવતી બ્રાન્ચના નામ સ્ક્રિન પર આવી જશે. જેથી ગ્રાહક પોતાની બ્રાન્ચની પસંદગી કરી સેવા માટે અરજી માટે આગળ વધી શકશે. બેંક દ્વારા આ માટે નજીવી રકમ ફી પેટે રાખવામાં આવી છે.
READ ALSO
- મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ: વાશિમની હોસ્ટેલમાં 190 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચ્યો, સરકારી તંત્ર આવ્યું હરકતમાં
- કામની વાત/ હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા પહેલા સમજી લ્યો વીમા કોન્ટ્રાક્ટની આ વાત, નહીં તો બાદમાં થશે પરેશાની
- Ayushman Bharat Yojana: હવે ફ્રી મળશે ‘આયુષ્માન કાર્ડ’, જાણો ફ્રી સારવાર, 5 લાખનો વીમો લેવા માટે ક્યાં અને કેવી રીતે બનશે કાર્ડ
- ભારતીય અર્થતંત્રના વિકાસમાં ખાનગી બેંકોઓની પણ હશે ભાગીદારી, હવે મળતી થશે સરકારી સેવાઓ સહિતની સુવિધાઓનો લાભ
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી: બાવળા ખાતે મુખ્યમંત્રી રૂપાણીની જાહેર સભા યોજાઈ, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર