GSTV
Ahmedabad Baroda ગુજરાત

PNB કૌભાંડ: અમદાવાદ અને વડોદરામાં ઈડીના અધિકારીઓ ત્રાટકતા શો રૂમના સંચાલકોમાં ફફડાટ

પીએનબી કૌભાંડનો રેલો અમદાવાદ અને વડોદરા સુધી પહોંચ્યો છે. અમદાવાદમાં બે જગ્યાએ ઈડીના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. જ્યારે વડોદરાના શોપર્સ સ્ટોપ ખાતે નીરવ મોદીના ગિલ ગોલ્ડના આઉટલેટ પર ઈડીના અધિકારીઓ ત્રાટકતા શો રૂમના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

અમદાવાદના સીજી રોડ પર નક્ષત્ર શો રૂમમાં ઈડીના અધિકારીઓ તપાસ માટે પહોચ્યાં અને મોટી માત્રામાં કરોડોની જ્વેલરી જપ્ત કરી છે. આ ઉપરાંત વસ્ત્રાપુરમાં આલ્ફાવન મોલમાં આવેલી શોપર્સ સ્ટોપ નામની દુકાનમાં પણ ઈડીએ તપાસ હાથ ધરી છે. જ્વેલર્સને ત્યાં તપાસ હાથ ધરાતા આ ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય જ્વેલર્સમાં પણ ફફડાટ ફેલાયો છે.

તો આ તરફ પીએનબી કૌભાંડનો રેલો વડોદરા સુધી પહોચ્યો છે. વડોદરાના શોપર્સ સ્ટોપ ખાતે નીરવ મોદીના ગિલ ગોલ્ડના આઉટલેટ પર ઈડીના અધિકારીઓ ત્રાટકતા શો રૂમના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. 7 તપાસ અધિકારીઓએ ગેંડા સર્કલ પાસે આવેલા શોપર્સ સ્ટોપના આઉટ લેટ પર તપાસ હાથ ધરી છે.

Related posts

ગાંધીનગર જિલ્લામાં કોંગ્રેસ મોટો ઝાટકો, પૂર્વ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ

GSTV Web Desk

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં થયો હોબાળો, શિક્ષકોની કાયમી ઘટ પૂરી કરવાની માંગ સાથે વિપક્ષનો ઉગ્ર રોષ

GSTV Web Desk

સામાજીક સૌહાર્દનું પ્રતિક – રથયાત્રા : અમદાવાદ પોલીસના મહિલા અધિકારીઓની અધ્યક્ષતામાં યોજાયું સૌહાર્દ સંમેલન

GSTV Web Desk
GSTV